વિરાટ કોહલીએ બનાવ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ, આવું કારનામું  કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો: વિરાટ કોહલી || Voice of Gujarat
વિરાટ કોહલીએ બનાવ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ, આવું કારનામું  કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો: વિરાટ કોહલી

વિરાટ કોહલીએ બનાવ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ, આવું કારનામું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો: વિરાટ કોહલી

વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 211 millionથી વધુ Followers છે. વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 200 million Followers ધરાવનાર પ્રથમ ભારતીય છે. આ મામલે વિરાટની નજીક પણ કોઈ ભારતીય નથી.

વિરાટે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Virat Kohli 50 million Followers: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી મેદાનની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ પ્રભુત્વ ધરાવે છે. વિરાટ કોહલીએ ક્રિકેટના મેદાન પર ઘણા કારનામા કર્યા છે. તે દરરોજ કોઈને કોઈ મોટો રેકોર્ડ પોતાના નામે કરતો રહે છે. ફરી એકવાર વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, પરંતુ આ વખતે તેણે મેદાન પર નહીં પરંતુ સોશિયલ મીડિયા પર આ કારનામું કર્યું છે.

વિરાટે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 

વિરાટ કોહલીના ટ્વિટર એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા 50  millionને વટાવી ગઈ છે. વિરાટ કોહલી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર 50 million Followersનો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. વિરાટ કોહલી ટ્વિટર એકાઉન્ટ હવે ભારતનું ત્રીજું સૌથી મોટું એકાઉન્ટ બની ગયું છે. તેમના કરતાં વધુ ફોલોઅર્સ ફક્ત PMOના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટ પર છે.

ઇન્સ્ટાગ્રામ પર પણ બનાવેલ રેકોર્ડ

વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 211 millionથી વધુ  Followers છે. વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 200  million Followers ધરાવનાર પ્રથમ ભારતીય છે. આ મામલે વિરાટની નજીક પણ કોઈ ભારતીય નથી. આટલું જ નહીં, ગયા વર્ષે 100  million Followers પૂર્ણ કરનાર વિરાટ કોહલી પહેલેથી જ ભારતીય હતો. વિરાટ કોહલી મેદાનની સાથે સાથે સોશિયલ મીડિયા પર એક પછી એક મોટા રેકોર્ડ બનાવી રહ્યો છે.

વિરાટ કરતાં માત્ર 4 સેલિબ્રિટી આગળ

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની બાબતમાં દુનિયાની મોટી હસ્તીઓને પાછળ છોડી દીધા છે. પરંતુ હજુ પણ દુનિયામાં એવા ચાર લોકો છે જે આ મામલે વિરાટ કરતા આગળ છે. માત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (476 મિલિયન), કાઈલી જેનર (366 મિલિયન), સેલેના ગોમ્સ (342 મિલિયન) અને ડ્વેન જોન્સન (334) વિરાટ કોહલીથી આગળ છે.

add image
Top