Corona Update

DGP શિવાનંદ ઝાની ચેતવણી : ખોટા પાસ લઈને બીજા જિલ્લામાં ગયા ભારે પડશે યાદ રાખજો

989views

ખોટા પાસ લઈને ફરશો તો ભારે પડશે, પાસ વિના અન્ય જિલ્લામાં લોકો ન જાયઃ રાજ્ય પોલીસ વડા

રાજ્યના પોલિસના વડાએ ખાસ સાફ સાફ શબ્દોમાં કહી દીધુ છે કે જો કોઈ ખોટા પાસ સાથે પકડાયુ તો ભારે પડશે. ગુજરાતાં દરેક ચોકીએ ભારે ચેકિંગ ચાલી રહ્યુ છે એટલે મામલતદારની ખોટી સહી વાળા પાસ લઈને ફરશો તો ભારે પડશે.

કેટલાક લોકો ખોટા પાસ સાથે અથવા પાસ રાખ્યા વિના જ જિલ્લાની બોર્ડર ક્રોસ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે આવા લોકો પર પોલીસની બાજ નજર છે. આવી એક નાની ભુલ મોટી કિમંત ચુકવવી પડે છે તેવું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ઉમેર્યુ હતુ.

જો કે આ સિવાય લોકડાઉન ભંગ કરનારા લોકો પર અને માસ્ક નહિ પહેરનારા લોકો પર પણ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે.

અમદાવાદની સ્થિતિ સુધરતી હોય તેવા એંધાણ
આ કિસ્સામાં 12 દર્દીઓ તો એવાં હતાં જે માત્ર કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં હોય. અર્થાત હવે 425 પૈકી 111 દર્દીઓ એટલે લગભગ 25 ટકા કરતાં વધુ દર્દીઓ એવાં હતાં કે જેઓને બીજી કોઇ તકલીફ ન હતી પરંતુ માત્ર કોરોનાનો ચેપ લાગ્યાં બાદ સ્થિતિ ગંભીર થતાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં. મૃત્યુ પામનારા 29 પૈકી 23 અમદાવાદના, 4 સૂરતના જ્યારે બનાસકાંઠા અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયો છે. પોઝીટીવ કેસોની સંખ્યા જોઇએ તો નવા 388 કેસ પૈકી 275 કેસ અમદાવાદમાં નોંધાયા છે, જે બુધવારે નોંધાયેલાં કેસ કરતાં થોડાં ઓછાં છે. આમ, અમદાવાદમાં સ્થિતિ સુધરતી હોય તેવું પ્રાથમિક રીતે દેખાય છે.

 

 

Leave a Response

error: Content is protected !!