Corona Update

પોલીસ પર હુમલો કરતા પહેલા વિચારી લેજો આ ગુજરાત છે, DGP ઝાએ આપી કડક ચેતવણી

725views

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું કે, લોકડાઉનનું પાલન કરાવવા મટે પોલીસ શક્ય તેટલાં તમામ પ્રયાસો કરી રહી છે. આ તમામ પ્રયત્નો લોકો માટે થઈ રહ્યા છે. જેથી લોકોને પોલીસને સહયોગ આપવા સતત અપીલ કરવામાં આવે છે. આમ છતાં અમુક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરી કાયદો હાથમાં લે છે. આવાં લોકોને કડક સંદેશ આપું છે કે આવી પ્રવૃતિ નહીં ચલાવવામાં આવે, અને આ તમામ લોકોને શોધીને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની કામગીરીની અવરોધ ઉભા ન કરો. હુમલાઓમાં 64 આરોપીઓને પાસા હેઠળ જેલના હવાલે કરવામાં આવ્યા છે. અમદાવાદના સોલામાં પોલીસ પર હુમલો કરવાના મામલે 2 આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરી છે. તો રાજકોટના પડધરીમાં પોલીસ પર હુમલાના કેસમાં પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

પોતાના વતન જવા માગતા શ્રમિકોને પણ ધીરજ રાખવા અપીલ કરવામાં આવી છે. સરકાર દ્વારા પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે. સીએમ પણ આ મામલે અંગત દેખરેખ રાખી રહી છે. શ્રમિકોને વિનંતી છે કે તંત્ર પર ભરોસો રાખો અને રાહ જોઈને તંત્રને સહકાર આપે. કોઈ શ્રમિકોએ અફવાને સાચું માનીને વતન જવા માટે નીકળે નહીં. અમદાવાદમાં ગોતા પાસે અને સુરતમાં ઈચ્છાપોર પાસે અફવાને સાચા માનીને લોકો વતન જવા માટે ભેગાં થતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. જેને કારણે પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. જે લોકોને વતન જવાની મંજૂરી હશે તેમને તંત્ર દ્વારા જાણ કરવામાં આવશે. રસ્તા પરથી ચાલીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકાતું નથી. બંને રાજ્ય વચ્ચે સંકલન થયા બાદ જ લોકો જઈ શકશે.

 

Leave a Response

error: Content is protected !!