રાજનીતિ

‘ઢબૂડી માતા’ના નામે ધનજી ઉડાડી રહ્યો છે કોરોનાકાળમાં સરકારના નિયમની ધજીયા

847views

ગાંધીનગર જિલ્લાના રૂપાલ તેમજ આસપાસના પંથકમાં લોકોની આસ્થા સાથે ખિલવાડ કરી કરોડો રૂપિયા એકઠા કરીને ફરાર થઈ ગયેલ ઢબૂડી માતાને લઇ ઘણા કેસો થઇ ચૂક્યા છે અને તેની વિરૂદ્ધ કોર્ટે પણ આકરૂ વલણ અપનાવ્યું હતું.

પરંતુ વધુ એકવાર ફરી ઢોંગી ધનજી ઓડ પોતાની હરકતોના કારણે ચર્ચામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન પણ એના ઢોંગ છે કે પુરા થવાનું નામ જ લેતા નથી.

ચાંદખેડામાં ધનજી ઓડના નિવાસસ્થાને લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ધનજી ઓડ દ્વારા કોરોના મહામારી દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. ધનજી ઓડના ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યા હતા. લોકો ઢબૂડીના ત્યાં સામાજિક અંતરની અવગણના કરીને એકઠા થયા હતા. આ જોતા ચાંદખેડા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા વધી ગઇ છે. સ્થાનિક પોલીસ અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!