રાજનીતિ

“જાવું છે જાવું છે રે,મારે મેળે જાવું છે”………:દુમમ્બામાં શ્રાવણી મેળાનો વિધિવત પ્રારંભ

133views

જવું છે જવું છે રે મારે મેળે જવું છે,

મેળાનો રંગ મને લાગ્યો,

અંગે ઉમંગ કેવો જાગ્યો કે

હાલ અલ્યા, મેળે જઈએ…

બિહાર-ઝારખંડના વિસ્તારમાં આવેલું દુમમ્બામાં શ્રાવણી મેળાનો પ્રારંભ આજથી થઈ ચુક્યો છે.
આ મેદાનો પ્રારંભ મુખ્યમંત્રી રઘુવીર દાસના હસ્તે ખુલ્લો મુકાયો.આ મેળામાં લાખો
શિવભક્તો દેશ-વિદેશથીભક્તિભાવથી ઉમટી પડે છે.

આ પ્રસંગે રઘુવીરએ જણાવ્યું કે, સાંસ્કૃતિક રાજધાની તરીકે દેવધરને માનવામાં આવે છે. મેળાને રાષ્ટ્રીય મેળા તરીકે ઘોષિત કરવા તેઓએ કેંદ્ર સરકારને દરખાસ્ત કરી છે.આ રાષ્ટ્રીય મેળા ઘોષિત થાય તો બેધનાથધામ એક આંતરરાષ્ટ્રીય ફલક પર છવાઈ જશે.આ સાથે પર્યટન વધતા વિદેશી મુદ્રાઓ માં પણ વધારો થશે. દેવધરને 19 કરોડના ખર્ચે દ્વારા સંસ્કૃતિક કેન્દ્ર બનાવશે જેની મંજૂરી કેંદ્ર સરકારે આપી દીધી છે.તો વાસુકીનાથમાં20કરોડ રૂપિયાથી “પ્રસાદ યોજના”શરૂ કરવામાં આવશે. આ સાથે શિવભક્તોને દેવધર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ છે.કોઈ શ્રધ્ધાળુને કઈ ફરિયાદ હોય તો સોશિયલ મીડીયામાં જણાવવા પણ કહ્યું છે.

આ પ્રસંગે પર્યટન મંત્રી અમર કુમારે કહ્યુ હતું કે,અહીંયા દેવધર શ્રાયણ બોર્ડ સંગઠન થયા પછી વ્યવસ્થામાં સતત સુધારો થઈ રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!