વિકાસની વાત

‘ડિજીટલ ગુજરાત’ની દિશામાં રાજ્ય સરકારનું મહત્વાકાંક્ષી પગલું

150views

રાજ્યના ઉચ્ચ શિક્ષણ હેઠળની 109 સરકારી સંસ્થાઓ અને ટેકનીકલ શિક્ષણની 48 સરકારી સંસ્થાઓમાં મોબાઈલ માધ્યમથી ઓનલાઈન હાજરી ભરવાની સીસ્ટમનો આગામી 10 જૂનથી સમગ્ર રાજ્યમાં અમલ થશે. તેમજ આ મોબાઈલ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓની હાજરી, શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ વધારાની કામગીરી, પ્રયોગશાળામાં નવા પ્રયોગનું નિર્માણ, સંશોધન કાર્ય કે અન્ય સંસ્થા દ્વારા સોંપાવમાં આવેલા કાર્યની પણ નોંધ લેવામાં આવશે.

કર્મચારીને પોતાની દૈનિક, સાપ્તાહિક, માસિક સત્ર દરમિયાનની હાજરી તેમના દ્વારા કરવામાં આવેલ અન્ય કામગીરી વગેરેના રિપોર્ટ વેબ-એપ્લિકેશનના માધ્યમથી મેળવી શકશે. આ મોબાઈલ એપથી શિક્ષણ વિભાગ હેઠળની ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓમાં શરૂ થશે.

આ વિશે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમમાં કર્મચારીઓની આવન-જાવનની હાજરી, શૈક્ષણિક કર્મચારીની સમયપત્રક પ્રમાણે વર્ગખંડ અને લેબોરેટરીમાં હાજરી, તેમજ તેમના દ્વારા વિદ્યાર્થીઓની હાજરી ભરી શકાશે. આ સિસ્ટમના ભાગરૂપે તૈયાર કરેલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા કર્મચારી સંસ્થાની વાઈફાઈની રેઈન્જમાં હશે તો આવન-જાવનની હાજરી અને અન્ય વિગતો ભરી શકશે.

તે સિવાય શૈક્ષણિક કર્મચારી દ્વારા તેમના હાજરીપત્રક અનુસાર, વિદ્યાર્થીઓની હાજરી અને વધારાના સમયમાં તેમના દ્વારા કરવામાં આવેલ અન્ય કામગીરી જેમ કે, શૈક્ષણિકકાર્ય માટેની તૈયારી માટે કરેલા કાર્ય, પ્રયોગશાળામાં નવા પ્રયોગોનું નિર્માણ, સંશોધન કાર્ય કે અન્ય સંસ્થા દ્વારા સોંપવામાં આવેલા કાર્યની નોંધ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મેળવી શકાશે.તેમજ હાજરીના ડેટા અને શૈક્ષણિક કર્મચારી દ્વારા કરવામાં આવેલી અન્ય કામગીરીની માહિતી અને તેના આધારે તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ વેબ-એપ્લિકેશન દ્વારા શૈક્ષણિક સંસ્થાના આચાર્ય, કમિશ્નર, ઉચ્ચ શિક્ષણ કમિશ્નર, અગ્ર સચિવ, ઉચ્ચ અને ટેકનોલોજી તેમજ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને પણ જોઈ શકશે.

Leave a Response

error: Content is protected !!