રાજનીતિ

સરકારી બાબુઓ સાવધાન! કામચોરી પર હવે ‘ડિજિટલ સ્ટ્રાઈક’ કરશે રૂપાણી

86views

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સંવેદનશીલ સ્વરૂપ અવારનવાર વાર-તહેવાર જોવા મળતું હોય છે, વિજયભાઈ રૂપાણીની મુખ્યમંત્રી તરીકેની સાલસતા, સરળતા અને સંવેદનશીલતા હોય કે  સ્લમ એરિયામાં વસતા એક હજાર જેટલા બાળકો સાથે વિવિધ રાઇડ્ઝની મજા માણીવાની હોય કે ભૂલકાઓ સંગે વિજયભાઈએ મિષ્ટાન્ન સહિતનાં ભાવતા ભોજનિયા સ્નેહથી જમવાનું હોય મુખ્યમંત્રી તરીકેનાં ત્રણ વર્ષનાં કાર્યકાળમાં વિજયભાઈએ વિવિધ કિસ્સાઓમાં દાખવેલી સંવેદનશીલતાનાં ત્રણસોથી અધિક કિસ્સાઓ હશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાની કરુણા, વાત્સલ્ય, પ્રેમ, દયાભાવના માટે જાણીતા-માનીતા-ચહિતા છે. પણ હા, એનો અર્થ એ જરા પણ નથી કે, વિજયભાઈ રૂપાણીનાં સંવેદનશીલ સ્વભાવનાં કારણે તેમના નેતૃત્વમાં બધુ જ ચાલશે, હાલશે વગેરે..વગેરે.. વિજયભાઈ રૂપાણી જેટલા સૌમ્ય છે એટલા જ સ્ટ્રીક્ટ પણ છે.

વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી તરીકે સિંઘમ સ્વરૂપ હાલમાં જ જોવા મળ્યું જ્યારે તેમણે આંગણવાડીનાં કાર્યક્રમમાં ડિજીટલ સ્ટ્રાઈક કરીને આંગણવાડીની કર્મચારી બહેનોને ફરજ દરમિયાન બેદરકારી કરતા પકડી પાડ્યા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બાળકીઓને સારૂં પોષણ અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. ગુજરાતને કુપોષણમુક્ત રાજ્ય બનાવવાનું વિજયભાઈ રૂપાણીનું લક્ષ્ય છે ત્યારે આંગણવાડી કક્ષાએ અસરકારક રીતે કામગીરી થઈ શકે એ જરૂરી છે આથી તે કામગીરી આંગણવાડી બહેનો દ્વારા અસરકારક રીતે થાય છે કે નહીં એ ચકાસવા માટે રૂપાણીએ અમુક આંગણવાડીઓમાં અચાનક ફોન કર્યા હતા પરંતુ કેટલાક કર્મચારીઓનાં ફોન બંધ આવતાં વિજયભાઈ રૂપાણીએ તેમને કડક ચેતવણી આપી છે.

 મુખ્યમંત્રી ખુદ વિવિધ સરકારી ખાતા-વિભાગો-કચેરીઓ અને તેમના કર્મચારી-અધિકારીઓ પોતપોતાનું કામકાજ જવાબદારીપૂર્વક નિષ્ઠાથી કરે છે કે નહીં તે જાણવા માટે ગમે ત્યારે મોબાઈલ કે સીસીટીવી કેમરા દ્વારા ડિજીટલ સ્ટ્રાઈક કરી શકે છે. જો તમે સરકારી પગારદાર હોવ તો સાવધાન થઈ જવા જેવું છે. 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ડિજીટલ સ્ટ્રાઈકમાં કોઈપણ કામકાજની ફરજ દરમિયાન બેદરકારી કરતુ ઝડપાયું-પકડાયું તો કડક ચેતવણીની જગ્યાએ સીધી જ કડક કાર્યવાહી કરવામાં આવશે એ નક્કી છે.

Leave a Response

error: Content is protected !!