વિકાસની વાત

રૈયોલી-બાલાસિનોર ખાતે ડાયનાસોર મ્યુઝિયમનું CM વિજય રૂપાણીએ કર્યું ઉદ્ધાટન

139views

મધ્ય ગુજરાતનું આ નવાબી નગર બાલાસિનોર, કે જ્યાં આજથી 36 વર્ષ પહેલાં જેના અવશેષો મળ્યા હતા એ વિશાળકાય ડાયનાસૌરના લગભગ 65 મીલિયન વર્ષના ઈતિહાસને આજે રજૂ કરતું ભારતનું સૌ પ્રથમ અદ્યતન ‘ખોદકામથી પ્રદર્શન’ સુધીની ગાથા કહેતું માહિતીસભર મ્યુઝિયમ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહ્યું છે, જેનું આજે સીએમ વિજય રૂપાણી દ્વારા લોકાપર્ણ કરવામાં આવ્યું.

મહીસાગર જિલ્લાના રૈયોલી ખાતે ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના બાલાસિનોર પાસે રૈયોલીના ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયાની વધારાની સહાય સરકાર આપશે.

વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતના પ્રવાસનધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમક્યું છે અને ગુજરાતે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરંપરા સાકાર કરી છે. આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લઈને શાળાના બાળકોથી માંડી ડાયનોસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને અનેક વાતો ગાથાઓ જાણવા નિહાળવા મળશે.

મહીસાગર જિલ્લાના રૈયોલી ખાતે ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દ્વારા પ્રવાસીઓને ડાયનોસોરનો ઇતિહાસ, એમની જીવન પધ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો એની અધ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ્સ અને ચાર્ટ દ્વારા જોવા મળશે. આ ફોસીલ પાર્ક વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો છે અને ભારતનો સર્વ પ્રથમ છે.

ડાયનોસોરના અતિપ્રાચીન ઈતિહાસ અને રૈયોલી ગામના મહત્વને લઈને પ્રવાસીઓ તથા અભ્યાસુઓને જરૂરી સુવિધાઓ મળી રહે એ હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી ખાતે ઇન્ફોર્મેટીક સેન્ટર-સંગ્રહાલય અને ફોસીલ પાર્કનું આયોજન કરવામાં આવ્યુ છે, આ પાર્ક અને સંગ્રહાલયમાં વિવિધ 6 જેટલી માહિતી આપતી ગેલેરીઓ ઊભી કરાઈ છે.

તે સિવાય અલગ અલગ ડાયનોસોરના મોડેલ્સ, ટચ સ્ક્રીન, સેલ્ફ નેવીગેટર, ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા ધરતીની ઉત્પત્તિથી એનો ઈતિહાસ, વિશાળકાય ડાયનોસોરનું જીવનચક્ર અને ડાયનોસોર કેવી રીતે નાશ પામ્યા એની વિવિધ માહીતી પણ રજૂ કરાવામાં આવી છે. બાલાસિનોર રજવાડાઓની ભૂમિ છે જ્યાં હજી પણ તેમના વારસદારો રહે છે. પ્રવાસીઓ માટે ગાર્ડન પેલેસ હેરિટેજ હોટેલમાં રહેવાની સુવિધા ખુબજ સારી છે. અને બીજું તમે પાર્કમાં કેમ્પ ડાયનાસોર તંબુમાં પણ રહી શકો છો. તો તમે હજી સુધી આ પાર્કની મુલાકાત લીધી નથી તો એક વાર અચૂક આ પાર્કની મુલાકાત લેજો.

Leave a Response

error: Content is protected !!