રાજનીતિ

જિલ્લા અને તાલુકા કક્ષાની “રાષ્ટ્રીય લોક અદાલત”નું ૧૪મી ડિસેમ્બરે આયોજન

180views

ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળદ્વારા તા. ૧૪મી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, તેવું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના સચિવ  પી.એસ.રાઠૌડે જણાવ્યું છે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના સચિવ  પી.એસ.રાઠૌડે વઘુમાં જણાવ્યું છે કે, આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાઘાન લાયક કેસો, બેન્ક લેણાના દાવા, લેબરને લગતા કેસ, લગ્ન વિષયક કેસ, રેવન્યુ કેસ ( ફકત ડિસ્ટ્રીકટ કોર્ટ તથા હાઇકોર્ટમાં પડતર કેસો), નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ- ૧૩૮ના કેસ, મોટર અકસ્માત વળતરના કેસ, ઇલેકટ્રીસીટી તેમજ પાણી વેરોના કેસ, એલ.એ.આરના કેસ, અન્ય સીવીલ કેસ અને સર્વિસ મેટરના કેસ ( પે અલાઉન્સીસ અને રીટાયરલ બેનીફીટસ)નો સમાવેશ કરવામાં આવશે.

જે પક્ષકારો કોર્ટમાં આ કેસને લગતા પેન્ડીંગ કેસોનું સુખદ સમાઘાન કરવા ઇચ્છતા હોય તેઓએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ગાંધીનગર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગની કચેરીનો સંપર્ક કરવાનો રેહશે. આ અંગેની વઘુ માહિતી માટે અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર રૂમ નંબર- ૧૦૧,પ્રથમળ માળ, ન્યાય મંદિર, સેકટર-૧૧, ગાંધીનગરનો સંપર્ક કરવા જણાવ્યું છે.

Leave a Response

error: Content is protected !!