વિકાસની વાત

બર્થ ડે બોય દિનેશ કાર્તિક..બર્થ ડેના દિવસે પણ કરી ક્રિકેટ મેદાન પર પ્રેક્ટિસ..

147views

આઈસીસી વર્લ્ડ કપની શરૂઆત થઈ ચુકી છે, ભારતનો પ્રથમ મેચ 5  જુનના દિવસે છે. મેચને ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે ભારતનો હોનહાર વિકેટકીપર અને બેટ્સમેન પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જન્મદિવસના દિવસે દિનેશ કાર્તિકે ક્રિકેટ મેદાન પર પ્રેક્ટિસ કરી હતી.

દિનેશ કાર્તિક તેના હુલામણા નામ DKથી જાણીતો  છે. ઉમરમાં દિનેશ કાર્તિક ત્રીજા નંબરનો સૌથી સિનિયર ખેલાડી છે. દિનેશ કાર્તિકે તેના જન્મદિવસે તેની ક્રિકેટ કીટના રાઝ ખોલ્યા છે.

ભારતીય ટીમ આજે પ્રેક્ટિસ કરવા માટે ક્રિકેટ મેદાન પર પહોંચી ત્યારે દિનેશ કાર્તિકે એક વિડીયો શેર કર્યો. જણાવી  દઈએ કે 34 વર્ષના દિનેશ  કાર્તિકે 91 વન ડે,26 ટેસ્ટ અને 32 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે. આ સાથે જ તે આઈપીએલમાં કોલકત્તાની ટીમનો કેપ્ટન પણ છે.

error: Content is protected !!