રાજનીતિ

દિવાળી પર્વમાં ‘ડોકટર ઓન કોલ’ની સેવા રહેશે ઉપલબ્ધ

125views

દિવાળીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસીઅશન (એએમએ) અને અમદાવાદ ફેમીલી ફિઝીશીયન એસોસીએશન (એએફપીએ) દ્વારા સતત દસમા વર્ષે દર્દીઓ માટે તા. ૨૭ ઓકટોબરથી તા. તા.૩૧ ઓકટોબર દરમ્યાન ડોક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવી છે.

જેને પગલે દિવાળીના તહેવારો દરમ્યાન આ દિવસોમાં નાગરિકોની સેવા અને ઇમરજન્સી સારવાર માટે ડોકટરો ખડેપગે સેવામાં તૈનાત રહેશે.

દર્દીઓ માટે આશીર્વાદરૂપ પૂરવાર થયેલી આ સેવામાં બંને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ ૧૦૮ અને હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન સાધવામાં આવ્યું છે. એએમએ દ્વારા આ ઉપરાંત દિવાળીનાં તહેવારોમાં કાર્યરત ડોક્ટરોનું વોટસ એપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ડોક્ટરોની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોનાં નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે.

‘ડોક્ટર ઓન કોલ’ દિવાળી સેવાઓ માટે અમે સ્પેશ્યાલિટી અનુસાર હેલ્પલાઈન નંબરો બનાવ્યા છે. જેના આધારે મદદ મળી રહે છે અને નજીકનાં વિસ્તારમાં કયા ડોક્ટર ઉપલબ્ધ છે તેની જાણકારી મળે છે. આ અંગેની વિગતો અમદાવાદ મેડિકલ એસોસીએશન.કોમ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં ફેસબુક પેજ પર ઉપલબ્ધ બનાવાઇ છે. નોન ઈમર્જન્સી કેસોમાં દર્દીઓ વોટસ એપના માધ્યમ દ્વારા ડોક્ટરને પોતાની કવેરી મોકલાવી શકે છે, જેનો ડોક્ટરો જ્યારે ફ્રી પડે ત્યારે જવાબ આપશે.

દર્દીઓ તેમની અનુકૂળતા અને જરૂરિયાત પ્રમાણે ડોકટરોની સેવા પ્રાપ્ત કરી શકશે. ડોકટરોને પણ દિવાળીના તહેવારોમાં દર્દીઓની સેવામાં તત્પર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Response

error: Content is protected !!