Corona Update

ડોક્ટરો તેમની સલામતીની ચિંતા ન કરે : ગૃહમંત્રી અમિત શાહનું અભય વચન

194views

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું હતું કે કામના સ્થળે ડોક્ટરોની સલામતી અંગે ચર્ચાને કોઈ અવકાશ નથી અને સરકાર તેમના હેતુ માટે પ્રતિબદ્ધ છે. તેમણે સલામતીના મુદે ડોકટરોને તેમના સૂચિત વિરોધ પ્રદર્શન અંગે ફેરવિચારણાની અપીલ કરી હતી. જેને પગલે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનએ હડતાળ પાછી ખેંચી લીધી છે. આની સાથે જ કેન્દ્રસરકારે લોકો સાથે ખરાબ વર્તનનો સામનો કરનારા ડૉકટર અને અન્ય આરોગ્ય કર્મચારીઓને પુરતી સલામતી આપવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લેખિતમાં જાણ કરી છે.

ડોક્ટર અને આઇએમએના પ્રતિનિધિઑના જુથ સાથે વાતચીત કરતા અમિત શાહની સાથે આરોગ્ય મંત્રી હર્ષવર્ધને તેમની સલામતીની ખાતરી આપી હતી તેમ અધિકારીઓનું કહેવું છે દેશના વિવિધ ભાગોમાં કોરોનાને લગતી ફરજો લાગેલા કેટલાક ડોકટરો અને આરોગ્ય કર્મીઓ પર હુમલાના અહેવાલો વચ્ચે આ સંવાદો થયો છે. ગૃહમંત્રી અમીત શાહે વિડિયો કોન્ફરન્સિંગ થકી ડોક્ટર સાથે વાતચીત કરી હતી. તેમણે ડોક્ટર તેમના સારા કામની પ્રસંશા કરી હતી અને સંપૂર્ણ ખાતરી આપી હતી તેમ અધિકારીનું કહેવું છે ગૃહમંત્રી તેમણે અપીલ કરી હતી કે સરકાર ડોક્ટરની સાથે છે તેથી તેઓ પ્રતિક હડતાલ ના પાડે

Leave a Response

error: Content is protected !!