Corona Update

શહેર હોય કે ગામડુ રામાયણ બીજા અઠવાડિયે પણ ટીઆરપીમાં નંબર વન,ડીડીની વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

344views
  •  ‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ,
  • વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો
  • ટીઆરપીના તમામ રેકોર્ડ તુટ્યા
  • ગ્રામીણ ક્ષેત્રમાં પણ ‘રામાયણ’  પહેલા નંબરે
  • શહેરી વિસ્તારમાં પણ ‘રામાયણ’ ટોચ પર

 

સતત બીજા અઠવાડિયે દૂરદર્શન પ્રાઈવેટ ચેનલને પછાડીને ટોચ પર રહી છે. 14મા અઠવાડિયે દૂરદર્શનને 19.46 લાખ ઈમ્પ્રેશન મળી છે. બીજા નંબર પર સન ટીવી તથા ત્રીજા પર દંગલ ચેનલ છે. 13મા અઠવાડિયે દૂરદર્શનની વ્યૂઅરશિપ 1.5 બિલિયન (150 કરોડ) હતી, જે 14મા અઠવાડિયે 1.9 બિલિયન (190 કરોડ) થઈ ગઈ. દૂરદર્શન શહેરી તથા ગ્રામીણ બંને વિસ્તારોમાં ટોચના સ્થાને રહ્યું હતું. દૂરદર્શનની વ્યૂઅરશિપમાં પણ 40 કરોડનો વધારો થયો છે.

ગ્રામીણ ક્ષેત્રમાં પણ ‘રામાયણ’ ટોચ પર
ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં અલગ-અલગ ટીઆરપી રિપોર્ટ બનાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં ‘રામાયણ’ નંબર વન પર અને ‘મહાભારત’ પાંચમા સ્થાને રહ્યો હતો. વચ્ચેના ત્રણ સ્થાનો પર દંગલ ચેનલની સિરિયલ ‘લુકાછુપી’, ‘બાબા એસો વર ઢૂંઢો’ તથા ‘શનિદેવ’ હતાં. ગ્રામીણ વિસ્તારમાં ‘રામાયણ’ને 27 હજાર તથા ‘મહાભારત’ને 6 હજાર ઈમ્પ્રેશન મળી હતી. ગ્રામીણ વિસ્તરમાં પણ દૂરદર્શન ટોચ પર રહી હતી.

શહેરી વિસ્તારમાં પણ ‘રામાયણ’ નંબર વન
શહેરી વિસ્તારની વાત કરીએ અહીંયા ગ્રામીણ વિસ્તાર કરતાં ‘રામાયણ’ સિરિયલ વધુ જોવામાં આવી છે. ‘રામાયણ’ 34 હજાર ઈમ્પ્રેશન સાથે ટોચ પર છે. બીજા નંબર પર ‘મહાભારત’ છે, જેને 10 હજાર ઈમ્પ્રેશન મળી હતી. ‘ઈન્ડિયા ફાઈટ્સ કોરોના 9 PM 9 મિનિટ્સ’ 4300 ઈમ્પ્રેશન સાથે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર રહેલા ‘શક્તિમાન’ને 3247 ઈમ્પ્રેશન મળી તો પાંચમા સ્થાને દંગલ ચેનલની સિરિયલ ‘મહિમા શનિદેવ’ છે, જેને 2839 ઈમ્પ્રેશન હતી. શહેરી વિસ્તારમાં પણ દૂરદર્શન ટોચ પર છે.

 દુરદર્શનના બીજા શો પણ છે ટોપ ફાઈવમાં

ટોપ ફાઈવમાં ‘રામાયણ’ ઉપરાંત ‘મહાભારત’, ‘શક્તિમાન’, ‘બાબા એસો વર ઢૂંઢો’ તથા ‘મહિમા શનિદેવ’ છે.

Leave a Response

error: Content is protected !!