જાણવા જેવુરાજનીતિ

ભારતીય જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની આજે પુણ્યતિથી

155views

ડો.મુખર્જી સારા શિક્ષણશાસ્ત્રી, ઉત્તમ વહીવટકર્તા, ઉત્તમ વકીલ, શ્રેષ્ઠ પાર્લામેન્ટેરીયન, આમૂલ દેશભકિતનું પ્રતિક હતા. ભારતીય જનસંઘના આ સ્થાપક અધ્યક્ષે દેશ અને સમાજ હિતને જ કેન્દ્રમાં રાખતી એક નવી જ રાજકીય સંસ્કૃતિ જન્માવી હતી. તેમણે કોઇ મુદ્દે કયારેય પણ રાજકીય સમાધાનો નહોતા કર્યા. સત્તાનો મોહ એમને કયારેય ડગાવી ન શકયો. તેમણે સ્વાર્થ માટે યથાર્થનું સત્યનો કદી ભોગ નહોતો ચડાવ્યો.

ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને કાશ્મીરના મુદ્દે અને દેશની એકતા અને અખંડિતતાના મુદ્દે સરકાર સાથે જામતું નહોતું. ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ પોતાના મંત્રી પદનો ત્યાગ કરીને તે સમયના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકર (ગુરુજી) સાથે અનેક બેઠકો કરીને ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી.

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘના પ્રથમ અધ્યક્ષ હતાં. દેશની એકતા અને અખંડિતતાની જાળવણી માટે તેઓનું બલિદાન લેવાયું હતું. ૨૩ જૂનના રોજ તેઓ મૃત્યુ પામ્યા હતાં.

ભારતીય જનસંઘ અને ભારતીય જનતાપાર્ટી ૨૩ જૂનના દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે સૂત્રોચ્ચાર કરે છે કે, ‘જર્હા હૂએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ’ અને ‘ખૂન ભી દેંગે, જાનભી દેંગે, કાશ્મીરકી મીટ્ટી કભી ન દેંગે.’ ભારતીય જનસંઘના સમયથી ભાજપાનું કાશ્મીર માટેનું કમીટમેન્ટ મજબુત છે.

ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ ‘એક દેશ મેં દો વિધાન, દો પ્રધાન અને દો નિશાન નહિ ચલેગેંની’ માંગણી સાથે સત્યાગ્રહ કર્યો હતો. ભારતીન હદ જ્યાં સંપન્ન થતી હતી અને કાશ્મીરની હદ પ્રારંભ થતી હતી તે બ્રીજ પરથી ડો. મુખર્જીની ધરપકડ કરવામાં આવી. ડો. મુખર્જીનેકારાગારમાં બંદી બનાવવામાં આવ્યા. બીમારીની સારવારમાં દુર્લક્ષ સેવવામાં આવ્યું પરિણામે ડો. મુખર્જીનું અવસાન થયું.

ડો. મુખર્જીના બલિદાનને પરિણામે કાશ્મીરમાં પ્રવેશવા માટે લેવી પડતી પરમીટપ્રથા દૂર થઈ. ભારતનું બંધારણ લાગુ પાડી શકાયું. આ ઉપરાંત ભારતના તિરંગાને સ્થાન મળ્યું. કાશ્મીરમાં ૩૭૦ની કલમને પરિણામે આજે ય પણ ભારતના કોઈ મહાપુરુષ જમીન ખરીરી શકતા નથી. કાશ્મીર આજેય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચેલો મુદ્દો છે.

અટલ બિહારી વાજપેયી પહેલીવાર બન્યા MP

1957માં બીજી લોકસભા ચૂંટણીમાં જનસંઘને ચાર સીટો મળી. આ દરમિયાન અટલ બિહારીવાજપેયી પહેલીવાર સાંસદ બન્યા. તેમની મદદ માટે લાલકૃષ્ણ અડવાણી દિલ્હી આવ્યા. 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યુ તો આરએસએસ/જનસંઘનાં અનુરોધ બાદ સિવિક અને પોલીસ ડ્યુટીનો રોલ પણ નિભાવ્યો. પંડિત નેહરૂએ 1963માં રિપલ્બિકન ડે પરેડમાં આરએસએસને માર્ચ કરવા માટે આમંત્રણ આપ્યું.

1962ની ત્રીજી લોકસભા ચૂંટણીમાં જનસંઘને 14 સીટો મળી. 1965માં ભારત – પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સંઘનાં સ્વયં સેવકોએ સિવિલિયન ડ્યુટીનાં રૂપમાં મદદ કરી હતી. ચોથી લોકસભા ચૂંટણી (1967)માં જનસંઘને 35 સીટો મળી 1968માં પંડિદ દીનદયાલ ઉપાધ્યાયનુ રહસ્યમય મોત થઇ ગયું. 1969માં અટલ બિહારી વાજપેયી ભાજપનાં અધ્યક્ષ બન્યા. એપ્રીલ 1970માં લાલકૃષ્ણ અડવાણી રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા. એપ્રીલ 1971માં ભારતીય જનસંઘે ગરીબી વિરુદ્ધ યુદ્ધને ચૂંટણીનો નારો બનાવ્યો. તે વર્ષની લોકસભા ચૂંટણીમાં ભાજપને 22 સીટો મળી. 1973માં લાલકૃષ્ણ અડવાણી જનસંઘનં અધ્યક્ષ બન્યા.

1975માં જયપ્રકાશ નારાણે ઇન્દિરા ગાંધી સરકારનીવિરુદ્ધ સંપુર્ણ ક્રાંતિનો નારો આપતા જનસંઘની સાથે હાથ મિલાવ્યો. તે દરમિયાન તેમણે કહ્યું કે, જો જનસંઘ સાંપ્રદાયિક છે તો પણ હું પણ સાંપ્રદાયીક છું. ઇન્દિરા ગાંધઈએ ઇમરજન્સી લગાવી દીધી. આ પૃષ્ટભુમિએ 1977ની ચૂંટણી થઇ. આ દરમિયાન જયપ્રકાશ નારાયણનાં નેતૃત્વમાં જનતા પાર્ટીની રચના થઇ. તેનાં ગઠબંધન માટે જનસંઘ, બીએલડી, કોંગ્રેસ, સમાજવાદી અને સીએફડીનો તેમાં વિલય થયો. પરિણામે 1977માં જનતા પાર્ટીએ 295 સીટો જીતીને કોંગ્રેસ ને સત્તાની બહાર કરી દીધું.

Leave a Response

error: Content is protected !!