Corona Update

હાશકારો : ડો. તેજસ પટેલે કોરોના પર આપ્યું મોટુ નિવેદન, અમદાવાદીઓ રાજીના રેડ..

42.2Kviews

કોરોના મુદ્દે ડોક્ટર પદ્મ શ્રી અને અમદાવાદ સિનિયર તેજસ પટેલ મહત્વનું નિવેદન
સમયની સાથે નબળો પડશે વાયરસ: નિષ્ણાત
અમદાવાદમાં કોરોના નો ખરાબ તબક્કો મોટાભાગે પસાર થયો: ડોક્ટર તેજસ પટેલ
“હાલ જેટલો વાયરસ ફેલાવવા નો હતો ફેલાઈ ગયો”
અમદાવાદ કોટ વિસ્તારમાં કેસ ઘટ્યા અને પશ્ચિમમાં કેસ વધ્યા
અમદાવાદમાં હાલ કેસ અને મૃત્યુદર પણ ઘટયો છે

ડો, તેજસ પટેલના નિવેદન પરથી સાફ થાય છે કે કોરોના અમદાવાદમાં બસ હવે થોડા દિવસનો મહેમાન છે. કોરોના જેટલો ફેલાવવોનો હતો એટલો ફેલાઈ ગયો છે. હવે કોરોનાની અસર ધીમી થઈ રહી છે. અમદાવાદ ટુંક સમયમાં કોરોનાથી મુક્ત હશે તેવી આશા સૌ અમદાવાદીઓ અને ગુજરાત રાખી રહ્યુ છે.

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે. ભારત સહિત અન્ય દેશમાં કોરોનાના ટ્રેન્ડને જોતા લાગી રહ્યું છે કે, જે શહેરોમાં સૌથી પહેલા પોઝિટિવ કેસ, મૃત્યુદર વધુ હોય છે, તે શહેરો સૌથી પહેલા બહાર પણ નીકળતા હોય છે. એનો અર્થ એવો નથી કે વાઈરસ બીજે બધે સ્પ્રેડ ન થાય. જેમ સમય જતો જાય તેમ વાઈરસનું સ્વરૂપ પણ નબળું પડી રહ્યું છે. મારે ઇન્ફેક્શિયસ સ્પેશ્યાલિસ્ટ ડો. અતુલ પટેલ સાથે પણ ચર્ચા થઇ હતી. તેમના પ્રમાણે વાઈરસની સંક્રમણ શક્તિ ઘણી ઓછી થઇ હોય તેવું લાગી રહ્યું છે. તેમજ કોવિડના દર્દીમાં પહેલાં દવાની અસર થતાં  સમય લાગતો હતો તેને બદલે ઝડપથી અસર થાય છે. સરકારે ઓપીડી બેઝ પર કોરોના ટેસ્ટ કરવાની પરવાનગી આપી છે, જેથી કોરોનાના કેસ ઝડપથી ડિટેક્ટ થાય છે, જે દર્દી 10 દિવસ ફરીને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં આવતો હતો, તેને બદલે હવે ઝડપથી નિદાન થતા માત્ર તાવ હોય તેની સાથે સારવાર શરૂ થતાં પરિણામો સારી મળી રહ્યાં છે. તેમજ મૃત્યુદરમાં પણ ઘટાડો થશે.

Leave a Response

error: Content is protected !!