વિકાસની વાત

પાણીદાર સમાચાર : સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી, છેલ્લા 24 કલાકમાં સપાટી એક મીટર વધી

193views

જરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 28,950 ક્યુસેક પાણીની આવક થતાં સપાટીમાં વધારો થતાં છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 126.37 મીટર ઉપર પહોંચી ગઇ છે.

નર્મદા ડેમમાં 2270 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ
ઉપરવાસમાં વરસાદ અને ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે. જેને પગલે ગુજરાતની મેઇન કેનલમાં હાલ 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમમાં 2270 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં હજી વધારો થવાની શક્યતા છે.

Leave a Response

error: Content is protected !!