જાણવા જેવુતંત્રી લેખ

અનોખી ઘટના : દ્વારકાધીશ મંદિરમાં બે ધ્વજારોહણ, કાળિયાઠાકોરે ફરી મુશ્કેલીમાંથી બચાવ્યા

154views

કહેવાય છે કે દુનિયાની કોઈ પણ સમસ્યા ભલે ને હોય દ્વારકાધીશ સામે આવીને માથુ નમાવવાથી તમને રાહત મળે છે. કાદાચ આ ધાર્મિક માન્યતા હશે પણ આજની ઘટના પછી ફરી સાબિત થયું કે સાચા દિલથી દ્વારકાધીશને વંદન કરવાથી તે સમસ્યાનું સમન જરૂર કરે છે.

વાયુ વાવાઝોડું જે 13 તારીખે એટલે કે આજે દ્વારકામાં ટકરાવવાનું હતું. સવારે જ દ્વારકાનાથને બે ધ્વજા ચડાવવામાં આવી અને કોઈને નુકશાન ન થાય તેવી પ્રાર્થના કરવામાં આવી. દ્વારકાની આ મુશ્કેલ ઘડી હતી કારણ કે ગોમતીઘાટની આસપાસ ઘણા લોકોના વસવાટ છે અને આજીવિકા પણ છે. ત્યારે જો પાણી અંદર ઘુસી આવે તો સમસ્યા ઉદ્દભવત પણ દ્વારકાના રાજાએ ફરી તેની વ્હાલી પ્રજાને બચાવી લીધી. ધાર્મિક માન્યતા મુજબ એકસાથે બે ધ્વજા ખુબ મુશ્કેલીના સમયમાં ચડાવવામાં આવે છે.

આ પહેલી વાર નથી બન્યું કે દ્વારકામાં મુશ્કેલીનો સમય આવ્યો હોય. ચારથી વધુ વખત મોટા મોટા વાવાઝોડા આ રીતે અથડાઈને જતા રહ્યા છે અને દ્વારકાવાસીઓનો વાળ પણ વાંકો નથી થયો. આ સિવાય એક વખત પાકિસ્તાન દ્વારા બોમ્બમારો પણ કરવામાં આવ્યો હતો ત્યારે પણ દરેક દ્વારકાવાસીનો ચમત્કારીક બચાવ થયો હતો.

ભલેને દ્વારકામાં વાંસલડીના સુર નથી,ભલેને એ ગોવર્ધન અને ગોપી નથી, ભલે રાધા નથી પણ સૌના રાજાધિરાજ કાળિયાઠાકોર આજે પણ રાજા સ્વરૂપે બિરાજે છે અને તેની પ્રજાની રક્ષા કરે છે.

“શરણાગત છું ભક્ત આપનો લેજો મુજ સંભાળ

કૃપા કરી  હરિ તારો મુજને કાપો જગ જંજાળ” – દ્વારકાધીશની શયન સ્તુતિ

શુભ રાત્રિ ગુજરાત

-ખુશાલી બારાઈ

Leave a Response

error: Content is protected !!