રાજનીતિ

યાત્રાધામમાં ફરીથી યાત્રીકોનો ધમધમાટ… રાબેતા મુજબ જીવનધોરણ શરૂ

115views

છેલ્લા થોડા દિવસથી રાજ્યભરંમાંં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં વાયુ વાવાઝોડાનો ભય હતો જેના પગલે દ્વારકા સોમનાથ જેવા યાત્રાધામ સંપુર્ણ બંધ રહ્યા હતા. દ્વારકા તરફ આવતી ટ્રેન પણ રદ્દ કરવામાં આવી હતી અને યાત્રિકોને દ્વારકા ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે હવે તમામ જીવનધોરણ પહેલા જેવું બન્યું છે.

દ્વારકાધીશની ધ્વજાના  દર્શન પણ રાબેતા મુજબ થયા. ઉપરાંત ખાલી પડેલા ગોમતીઘાટમાં યાત્રાળુઓની અવરજવર શરૂ થઈ ગઈ છે. ગોમતીઘાટ તમામ લોકો માટે ખુલ્લો મુુકવામાં આવ્યો  છે. જો કે હજુ પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ અને વરસાદી છાંટા પણ પડ્યા હતા.

સોમનાથમાં પણ રાબેતા મુજબ દર્શન શરૂ થયા અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.  જણાવી દઈએ કે હજુ 17 અને 18 તારીખે વાયુ ફરી દિશા  બદલીને કચ્છ તરફ જાય તેની શક્યતાઓ હવામમાન વિભાગે દર્શાવી છે.

 

રીપોર્ટ,અંકિત સામાણી

Leave a Response

error: Content is protected !!