રાજનીતિ

પોલીસની સેવાને સલામ: DySP હિતેષ ધોધલિયાએ અકસ્માતમાં ઘાયલ મહિલાને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી

89views

પોલીસની એક એવી ઘટના સામે આવી છે, જે સમગ્ર પોલીસ વિભાગના માટે ગર્વ અને છબી સુધારતી ઘટના છે. જેમાં એક ડીવાયએસપીએ પોતાની માનવતા દાખવતા ઇજાગ્રસ્ત મહિલાની મદદ કરી હતી.

સામાન્ય રીતે લોકોના મનમાં પોલીસની છાપ હપ્તાખોરો તરીકેની હોય છે. પરંતુ ખાખી વર્દી પહેરાનાર પણ છેવટે તો માણસ જ છે. પોલીસ અનેક વખત પોતાના કામથી માનવતાના અનેક વખત ઉદાહરણ આપી ચૂકી છે. પોલીસની માનવતાનું આવું જ એક ઉદાહરણ સાબરકાંઠામાં બન્યું છે. જ્યાં ડીવાયએસપીએ પોતાની કારમાં જ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી.

મહત્વનું છે કે,ઇડર હાઇવે પર રીક્ષા પલટી ખાતા મહિલા ઘાયલ થઇ હતી. ત્યારે 108ની રાહ જોયા વિના DySP હિતેષ ધોધલિયાએ મહિલાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી. આમ, DySP હિતેષ ધોધલિયાએ માનવતા દાખવીને લોકોના મનમાં રહેલી પોલીસની ખરાબ છબીને સુધારી હતી. હિતેષ ધાધલિયાએ પોતાની સરકારી ગાડીમાં ઇજાગ્રસ્ત મહિલા અને અન્યને બેસાડીને હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડીવાયએસપીએ એક રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ પોતાના સરકારી વાહનમાં ખસેડ્યા હતા. જેમાં પોલીસની માનવતાનું ઉદાહરણ સામે આવ્યું છે.

Leave a Response

error: Content is protected !!