વિકાસની વાત

હવે આર્થિક સર્વે કાગળો પર નહીં છપાય પણ તમે બજેટ જોઈ શકશો આ એપ દ્વારા

226views

કેન્દ્રિય બજેટ પ્રક્રિયાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. શનિવારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં બજેટ બનાવવાની અંતિમ પ્રક્રિયા તરીકે વિધિવત્ ઉજવાતા હલવા સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો. આઝાદી પછી પહેલીવાર બજેટ પ્રિન્ટિંગ થઈ રહ્યું નથી. ‘યુનિયન બજેટ મોબાઈલ એપ’ દ્વારા જનતા અને સામાન્ય લોકો બજેટ સંબંધિત દસ્તાવેજો મેળવી શકશે.

આ વર્ષે કોવિડ -19 ને કારણે બજેટ કાગળ પર કોઈ છાપકામ નહીં થાય. આ સિવાય આર્થિક સર્વે પણ કાગળો પર છાપવામાં આવશે નહીં. આર્થિક સમીક્ષા 29 જાન્યુઆરીએ સંસદના ટેબલ પર મૂકવામાં આવશે. આ વર્ષે આ બંને દસ્તાવેજો લોકોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આપવામાં આવશે.
યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન (Union Budget Mobile App)ની ખાસીયતો

 1. આ મોબાઇલ એપ્લિકેશનમાં બજેટના તમામ 14 દસ્તાવેજો છે. તેમાં વાર્ષિક નાણાકીય નિવેદન, અનુદાન માટેની માંગ, નાણાં વિધેયક વગેરેની માહિતી હશે.
 2. આ એપ્લિકેશનમાં ડાઉનલોડિંગ, છાપકામ, શોધ, ઝૂમ-ઇન અને આઉટ, બાહ્ય લિંક વગેરે જેવી સુવિધાઓ છે. તેનો ઇન્ટરફેસ યૂઝર ફેન્ડલી છે.
 3. આ એપ્લિકેશન અંગ્રેજી અને હિન્દીમાં છે. તે બંને Android અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.
 4. આ મોબાઈલ એપ્લિકેશન યુનિયન બજેટ વેબ પોર્ટલ www.indiabudget.gov.in પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
 5. સંસદમાં (Parliament)નાણાં પ્રધાન દ્વારા બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ બજેટ દસ્તાવેજો આ એપ પર ઉપલબ્ધ થશે.
  બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે
  બજેટ સત્રનો પ્રથમ તબક્કો 29 જાન્યુઆરીથી શરૂ થશે અને 15 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બજેટનું બીજું સત્ર 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. 29 મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે.
  કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે બજેટ સત્રનો બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધીનો રહેશે. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું યોગ્ય ધ્યાન આપવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!