રાજનીતિ

કોંગ્રેસ નેતા અહેમદ પટેલના ઘરે EDના દરોડા, 5 હજાર કરોડના કૌભાંડના કેસનું કોકડું ઉકેલાશે ?

1.73Kviews

ઈડીના ત્રણ સભ્યોની ટીમ કોંગ્રેસના વરિષ્ઠ નેતાના ઘરે પહોંચી

ઈડીએ અહેમદ પટેલની દિલ્હીમાં ઘરે પૂછપરછ કરી

કોંગ્રેસ નેતા અહેમદ પટેલની વધી મુશ્કેલીઓ વધી

5 હજાર કરોડના કૌભાંડમાં અહેદમ પડેલનું નામ આવ્યુ છે.

શું છે મામલો ?

ગયા વર્ષે સાંદેસરા કેસમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું નામ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સાક્ષીઓએ અહેમદ પટેલ, તેના પુત્ર ફૈઝલ પટેલ અને તેમના જમાઈ ઈરફાન સિદ્દીકીના નામ લીધા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સાક્ષીઓએ અહેમદ પટેલના ઘરનું મુખ્ય મથક ગણાવ્યું હતું. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ફૈઝલ પટેલ અને જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકીએ સાંદેસરા પાસેથી પૈસા લીધા હતા. ગત વર્ષે ઓગસ્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સ્ટર્લિંગ બાયોટેક મની લોન્ડરિંગ કેસમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને સમન્સ પાઠવ્યા હતા. ઈડી દ્વારા ડ્રગ કંપનીના માલિક સાંદેસરા ભાઈઓ સાથેના સંબંધો અંગે ફૈઝલ પટેલની પૂછપરછ કરવામાં આવી હતી.

Leave a Response

error: Content is protected !!