રાજનીતિ

સરકારી નોકરી અંગે ગુજરાત સરકાર સાથે હકારાત્મક બેઠક, આંદોલનકારીઓએ શું આપી પ્રતિક્રિયા ?

383views

સરકારી નોકરી બાબતે રૂપાણી સરકારે આંદોલનકારીઓ સાથે આજે બપોરે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક કરી હતી. શિક્ષિત બેરોજગારોની અટકી પડેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને મુદ્દાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યા.

આ બેઠક પૂર્ણ થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સીધી રીતે કોઇ નર્ણય લેવાયો નથી. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ છે. બેઠક હકારાત્મક રહી છે તેવુ સુત્રો કહી રહ્યા છે.. જો કે, શિક્ષિત બેરોજગાર યુવાન આંદોલન સમિતિના સંભ્યોની વાત સાંભળ્યા બાદ મુખ્યમંત્રી સમક્ષ વાતચીત કરવામાં આવશે. ફરી એકવાર બેઠક બોલવાવામાં આવી શકે છે.

જો કે, શિક્ષિત બેરોજગાર યુવાન આંદોલન સમિતિના સંભ્યોની વાત સાંભળ્યા બાદ મુખ્યમંત્રી સમક્ષ વાતચીત કરવામાં આવશે. ફરી એકવાર બેઠક બોલવાવામાં આવી શકે છે.

બેઠકમાં કોણ કોણ હતુ હાજર ?

ગાંધીનગર ખાતે આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંમભણીયા અને યુવરાજસિંહ જાડેજા સહિત સમિતિના સભ્યો સરકાર સાથે બેઠક યોજાઇ હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજરી આપવા માટે પહોંચ્યા હતા.

Leave a Response

error: Content is protected !!