વિકાસની વાત

રાધનપુરમાં ચૂંટણી પડઘમ શરૂ,ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યાલયનો શુભારંભ

76views

રાધનપુર વિધાનસભા ચૂંટણી પ્રચાર કાર્યાલયનો શુભારંભ કરી ભાજપે ચૂંટણી માટે પ્રચારની શરુઆત કરી દીધી છે.આ ચૂંટણીમાં અલ્પેશ ઠાકરેએ જીતના દાવેદાર માનવામાં આવી રહ્યા છે.ત્યારે આ વિધાનસભા પેટાચૂંટણીના સંદર્ભમાં રાધનપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા માટે આઈ.ટી. સોશિયલ મીડિયા વિભાગના કાર્યકર્તાઓની બેઠક પણ યોજાઈ હતી.

 

બીજી બાજુ કોંગ્રેસની વાત કરીયે તો કોંગ્રેસે ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં રાધનપુર બેઠક પર રઘુ દેસાઈને ટિકિટ આપી છે. રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર સામે રઘુ દેસાઈની સીધી ટક્કર થશે. ત્યારે કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ટિકિટ ન મળતા ચૂંટણી પહેલા ગોવિંદજી ઠાકોર ભાજપમાં જોડાયા છે. પેટાચૂંટણી પહેલા જ ગોવિંદજી ઠાકોર ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો જરૂર પડ્યો છે તેવું લાગી રહ્યું છે.

Leave a Response

error: Content is protected !!