વિકાસની વાત

મતગણતરીને ગણતરીના કલાકો બાકી .. જાણો કેવો છે દેશમાં માહોલ ?

189views

2019 લોકસભા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચોતરફ માહોલમાં હડકંપ છે.  વિપક્ષ ઈવીએમ પર દોષ ઠાલવવા  એડી ચોટીનું જોર લગાવી રહ્યુ છે. એક્ઝિટ પોલ આવવાની સાથે  લગભગ લોકોએ માની લીધુ છે કે ફરી મોદી સરકાર આવશે. ભાજપના કાર્યકર્તાઓ જશ્નની તૈયારીઓમાં લાગી ગયા છે. તો લોકોમાં પણ આનંદનો માહોલ અત્યારથી જ છવાયો છે. ભાજપ કોંગ્રેસને હાર સ્વીકારી લેવાની સલાહ આપી છે. રાજનાથ સિંહે પણ કહ્યુ છે કે ભારતની સરકારી વ્યવસ્થા અને લોકસભાની મિશાલ પુરી દુનિયામાં અપાઈ છે ત્યારે કોંગ્રેસ તેેને બદનામ કરવા ઈચ્છે છે.

દેશમાં જશ્નનો માહોલ

સોનિયા ગાંધીએ તમામ મોટા નેતા સાથે વાતચીત કરી રાખી છે અને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું છે.  માયાવતી,અખિલેશ, મમતા, દિલ્હી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષને ક્યાંકને ક્યાંક આશા છે કે ભાજપને બહુમતી નહિ મળે તો તમામ દળ સૌથી પહેલા ભેગા થઈને બહુમતી સાબિત કરીશું. આ માટે 23 તારીખે 1 વાગ્યે જ બધા નેતાઓ દિલ્હીમાં ધામા નાખશે.

મમતાઅને રાહુલ ગાંધી ડરની હાલતમાં છે અને ટીએમસીના કાર્યકર્તા કેમ્પ ઓફિસ પર પહેરો આપી રહ્યા છે.મમતાએ તમામ કાર્યકર્તાને સ્ટ્રોંગ રૂમની પાસે રહેવાની સલાહ આપી છે.

તો રાહુલ ગાંધી પણ ટ્વીટ કરીને બધાને સર્તક રહેવાનું કહ્યુ છે.

 

error: Content is protected !!