Corona Update

લોકડાઉનમાં મળી રોજગારી, ગુજરાતમાંથી 200 પરપ્રાંતીઓએ વતન જવાની ના પાડી દીધી

1.32Kviews
  • પોતાની ટિકીટ બુક હોવા છતા ના ગયા વતનમાં
  • ગુજરાતમાં શ્રમિકોને રોજગારી મળતા ઘરે જવાનું માંડી વાળ્યું
  • 200 પરપ્રાંતિ શ્રમિકો હવે ગુજરાતમાંથી ક્યાંય નહિ જાય

લોકડાઉનના કપરા સમયમાં રાજ્યભરમાંથી પરપ્રાંતીયો પોતાના પરિવાર સાથે વતન ભણી દોટ મૂકી રહ્યા છે, ત્યારે નવસારીમાં વિપરીત સંજોગો વચ્ચે હકારાત્મક સમાચાર સાંપડ્યા છે. જેમાં યુપી, બિહારના 200 જેટલા શ્રમિકોએ વતન પરત ફરવાની ટિકિટ કેન્સલ કરાવી છે.

.આવા સંજોગોમાં નવસારીમાં જનજીવન પૂર્વવત થઇ રહ્યું છે અને જિલ્લો ગ્રીન ઝોન તરફ આગળ ધપી રહ્યો છે ત્યારે અહીં જ રોજગારી મળવાની શરૂ થઇ ગઇ છે. જેથી હવે કર્મભૂમિ છોડીને જન્મભૂમિ તરફ જવાનું માંડી વાળ્યું છે. 

દરેક રાજ્યમાં હાઇવે ઉપર લાંબી કતારોમાં તેઓ દેખાઇ રહ્યા છે. નવસારી અને વિજલપોર શહેરની વાત કરીએ તો અત્યાર સુધી અલાહાબાદ, પટના, ગોરખપુર અને લખનાૈ જતી ટ્રેનોમાં લોકોએ પોતાના પૈસે બુકીંગ કર્યું હતું. અત્યાર સુધી અંદાજિત 14,500જેટલા લોકો પોતાના વતન જવા રવાના થઇ ગયા છે, પરંતુ પરિવાર સાથે વતન જવા માટે ટ્રેનનું બુકીંગ કરાવ્યું હતું પણ નવસારીમાં ફરી જનજીવન ધીમી ગતિએ રફ્તાર પકડી રહ્યું છે.ત્યારે વિજલપોરના રામનગર, શનેશ્વરનગર અને બીજા વિસ્તારોમાં રહેતા 200 જેટલા લોકોએ પોતાના વતન અલાહાબાદ, પટના, ગોરખપુર, લખનૌ જતી ટ્રેનોની ટિકિટ બુકીંગ કરાવ્યા બાદ નવસારીમાં જ રોજગારીની તકો ફરી ખૂલી જતા ટિકિટ કેન્સલ કરીને ફરી અહીં જ રહેવાનો નિર્ણય લીધો છે. હિજરત કરી રહેલા હજારો પરિવારો માટે આ લોકો એક સંદેશ આપી રહ્યા છે કે, પોતાના વતનથી અહીં કામ ધંધા માટે જ આવ્યા હતા ત્યારે આ મુશ્કેલીના સમયમાં અહીં જ રોકાઈને હિંમત હાર્યા વગર રહેવાથી જીવન પાછું પાટા ઉપર ચઢી જશે. વતન ન જવાના નિર્ણયથી શહેરના અટકી ગયેલા કામો ફરી ચાલુ થશે, ફરી પાછું શહેર ધમધમતું થશે તેવી પણ આશા આ પરપ્રાંતીયોએ વ્યકત કરી છે

Leave a Response

error: Content is protected !!