ધર્મ જ્ઞાન

બૃહસ્પતિનું રાશિ પરિવર્તન : આ છ રાશિ માટે સારો સમય રહેશે, વાંચી લો તમારી રાશિની શુભાશુભ અસર

1.02Kviews

આ મહિને સૌથી મોટા ગ્રહ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે. 30 જૂને ગુરુ ધન રાશિમાં આવી જશે. જે આ ગ્રહની જ રાશિ છે. આ ગ્રહ આ રાશિમાં 20 નવેમ્બર સુધી રહેશે. ધન રાશિમાં પ્રવેશ કરતી સમયે બૃહસ્પતિ વક્રી રહેશે. જેનાથી તેના શુભ ફળમાં ઘટાડો આવી શકે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે બૃહસ્પતિના પ્રભાવથી 6 રાશિઓ માટે સમય સારો રહેશે નહીં. જેનાથી થોડાં લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યાં જ, અન્ય 6 રાશિના લોકો માટે ઉન્નતિ અને ફાયદો આપનાર સમય રહેશે.

મેષઃ– ધન રાશિમાં ગુરુનું વક્રી થવું તમારા માટે શુભ રહેશે. તેના પ્રભાવથી જોબ અને બિઝનેસમાં સારો સમય શરૂ થઇ જશે. આ દરમિયાન તમે થોડાં મોટા નિર્ણય લઇ શકો છો. તમારી મહેનત વધશે અને તેનો ફાયદો પણ તમને મળી જશે. પ્રમાણિકતા સાથે કામ કરશો તો તમને ફાયદો જરૂર મળશે. કિસ્મતનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય સારો રહેશે. સાથે કામ કરતાં લોકો અને આસપાસના લોકો પાસેથી મદદ મળી શકે છે. દૂર સ્થાનની યાત્રા થવાના યોગ બની રહ્યા છે. નવી યોજનાઓ બની શકે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે.

વૃષભઃ– ગુરુના કારણે તમને અચાનક ફાયદો મળી શકે છે. જોબ અને બિઝનેસ સાથે જોડાયેલી નવી વાત શીખો. અધિકારીઓ અને મોટાં લોકો પાસેથી મદદ મળશે. રોજમર્રાના કામ સમયે પૂર્ણ થશે અને તેમાં ફાયદો પણ થશે. ગુરુની ચાલમાં ફેરફાર થવાથી તમને અચાનક ફાયદો થઇ શકે છે. બૃહસ્પતિના કારણે થોડી પરેશાનીઓ પણ થઇ શકે છે. સેવિંગ પૂર્ણ થઇ શકે છે. આ દરમિયાન સમજી-વિચારીને બોલવું. તમારી વાતોનો ખોટો અર્થ પણ કાઢવામાં આવી શકે છે. બૃહસ્પતિના પ્રભાવથી આ દિવસોમાં ખોટાં અને સાચા વ્યક્તિના અંતરની જાણ થશે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું.

મિથુનઃ– બૃહસ્પતિના પ્રભાવથી તમારા માટે સમય સારો રહેશે. કામકાજમાં સ્થિરતા આવી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થવાના યોગ બની રહ્યા છે. રોજમર્રાના કામમાં ફાયદો થઇ શકે છે. કામ સમયે પૂર્ણ થશે. બૃહસ્પતિના પ્રભાવથી સાહસ અને આત્મવિશ્વાસ વધશે. આગળ વધવાનો અવસર મળી શકે છે. જોબ અને બિઝનેસમાં સારા અવસર મળી શકે છે. આવક વધવાના યોગ છે. ભાઇઓ અને મિત્રો પાસેથી મદદ મળશે. લગ્નજીવનમાં તણાવ વધી શકે છે અને સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું.

કર્કઃ– બૃહસ્પતિની ચાલમાં ફેરફાર થવું તમારા માટે સામાન્ય રહેશે. આ દરમિયાન વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. પરેશાનીઓનો સામનો પણ કરવો પડશે. મહેનત વધારે કરવી પડશે અને તેનો ફાયદો ઓછો મળી શકશે. કોઇપણ પ્રકારના દેવાથી બચવું. આ દરમિયાન તમને કિસ્મત ઉપર નહીં મહેનત ઉપર વધારે ધ્યાન આપવું પડશે. પારિવારિક મામલે તણાવ વધવાની સંભાવના છે. સ્વાસ્થ્યને લઇને બેદરકારી કરશો નહીં.

સિંહઃ– બૃહસ્પતિના રાશિ પરિવર્તનથી તમને ફાયદો થઇ શકે છે. આ દરમિયાન નવી યોજનાઓ બની શકે છે. કામકાજને લઇને નવા અવસર મળી શકે છે. નવી યોજનાઓ બનશે. નવા લોકો સાથે મુલાકાત પણ થઇ શકે છે. બૃહસ્પતિના પ્રભાવથી સંતાન સંબંધિત ચિંતા દૂર થઇ જશે. તમને ફાયદો મળશે. કોઇ રિસર્ચથી અથવા ગુપ્ત વાતની જાણકારી મળવાથી તમને ફાયદો થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે.

કન્યાઃ– ગુરુના રાશિ બદલવાથી તમારી સુખ-સુવિધાઓ વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત મામલે ફાયદો થશે. વાહન પણ ખરીદી શકો છો. અધૂરા કાર્યો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. લોકો પાસેથી સહયોગ મળશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. માતાના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા દૂર થઇ શકે છે. વડીલો પાસેથી મદદ મળશે. અધિકારી તમારા કામકાજના વખાણ કરશે. જીવનસાથી પાસેથી સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક તણાવ દૂર થશે.

તુલાઃ– બૃહસ્પતિના કારણે નોકરી અને બિઝનેસમાં મહેનત વધશે. સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ મળી શકશે નહીં. થોડાં મામલે કિસ્મતનો સાથ મળી શકશે નહીં. નવી યોજનાઓ બનાવશો પરંતુ તેના ઉપર કામ કરવાથી ફાયદો મળશે નહીં. સમજી-વિચારીને આગળ વધવું જોઇએ. અન્યની સલાહ માનતાં પહેલાં પોતાનો વિચાર કરો. કોઇ નજીકના મિત્ર કે સાથે કામ કરતાં લોકોના કારણે તમારું નુકસાન થઇ શકે છે.

વૃશ્ચિકઃ– બૃહસ્પતિના કારણે તમારી આવક અને સેવિંગ પ્રભાવિત થઇ શકે છે. ખર્ચ વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં તમારે સાવધાન રહેવું પડશે. પારિવારિક મામલાઓને લઇને તણાવ વધી શકે છે. પરિવાર ઉપર રૂપિયા ખર્ચ થઇ શકે છે. તમારી કોઇ ગુપ્ત વાત ઉજાગર થઇ શકે છે. લગ્નજીવનમાં વિવાદ થઇ શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે. સંતાનના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે.

ધનઃ– ગુરુના રાશિ બદલવાથી તમે ઊર્જાવાન અનુભવ કરશો. પોઝિટિવિ વિચાર સાથે જોબ અને બિઝનેસમાં આગળ વધશો. ધર્મ અને આધ્યાત્મમાં રસ વધશે. અનેક મામલે તમને કિસ્મતનો સાથ પણ મળી શકે છે. પ્રોપર્ટીના મામલે કિસ્મતનો સાથ મળશે. જેનાથી તમને ફાયદો થઇ શકે છે. સંતાન સુખ મળશે. પરિવારની મદદ મળશે. પરિવાર સાથે વધારે સમય વિતશે. રોજમર્રાના કામથી તમને ફાયદો મળી શકે છે.

મકરઃ– બૃહસ્પતિનું રાશિ પરિવર્તન તમારા માટે શુભ રહેશે નહીં. આ દિવસોમાં દોડભાગ વધી શકે છે. દુશ્મન તમારી પરેશાની વધારી શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય ઠીક રહેશે નહીં. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળી શકશે નહીં. ખર્ચ વધી શકે છે. મહેનત પણ વધારે કરવી પડશે. સેવિંગ પૂર્ણ થઇ શકે છે. સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ મળી શકશે નહીં. નોકરી અને બિઝનેસમાં વિપરિત પરિસ્થિતિઓ બની શકે છે.

કુંભઃ-બૃહસ્પતિના પ્રભાવથી તમારી આવક પ્રભાવિત થઇ શકે છે. આ દિવસોમાં નવી યોજનાઓ તો બનશે પરંતુ તેના ઉપર કામ થઇ શકશે નહીં. ખર્ચ વધી શકે છે. રોજમર્રાના કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. ભાઇઓ સાથે મનમુટાવ થવાના યોગ બની રહ્યા છે. માંગલિક કામ થઇ શકે છે, પરંતુ તેમાં વિવાદ પણ સંભવ છે. સંતાનના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. લવ લાઇફ માટે સમય ઠીક રહેશે નહીં.

મીનઃ– બૃહસ્પતિના રાશિ પરિવર્તન કરવાથી તમને મહેનતનો ફાયદો ઓછો મળશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. પ્રોપર્ટી સુખ તો મળશે પરંતુ તેનાથી સંતુષ્ટ થશો નહીં. લોકો પાસેથી મદદ તો મળશે પરંતુ કોઇને કોઇ વાતને લઇને તણાવ રહેશે. જોબ, બિઝનેસ અને પારિવારિક મામલે તાલમેલ રહેશે નહીં. આ દરમિયાન સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. દુશ્મન તમને પરેશાન કરી શકે છે. જૂના વિવાદો ગુંચવાઇ શકે છે.

Leave a Response

error: Content is protected !!