રાજનીતિ

કોરોનાકાળમાં પણ આર્થિક ગતિવિધિઓ ધબકતી કરવાનાં CM રૂપાણીના પ્રયાસો લાવ્યા રંગ

289views

કોરોના વચ્ચે પણ ગુજરાતનું જનજીવન અને ઉદ્યોગો ધબકી રહ્યા છે. ગુજરાતનાં CM વિજય રૂપાણીએ ઉદ્યોગ-ધંધાઓને પુન: ધબકતા કરવા ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનાં કારણે આર્થિક પ્રવૃત્તિઓ ફરી ધબકી રહી છે. અગાઉ ગુજરાતમાંથી મોટાભાગના પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા હતા. હવે ધીમે ધીમે સ્થિતિ સુધરી રહી છે અને ઔદ્યોગિક એકમો ફરીથી શરૂ થઈ રહ્યા છે. હવે પોતાના વતન ગયેલા શ્રમિકો પણ પરત ફરવા ઈચ્છી રહ્યા છે. આવા સમયે રાજકોટના શાપર વેરાવળ જી.આઈ.ડી.સી.માં આવેલી એક કંપનીના માલિકે તેમના 24 પરપ્રાંતીય શ્રમિકોને પ્લેનમાં અમદાવાદ સુધી પહોંચાડ્યા હતા.

બિહારના પટના એરપોર્ટથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ સુધી આ તમામ મજૂરોને પ્લેનમાં પહોંચાડ્યા હતા. અન્ય ઉદ્યોગકારો પણ પોતાના કારખાનામાં કામ કરતા યુપી બિહારના શ્રમિકો માટે સ્પેશિયલ એસી બસ યુપી બિહાર મોકલી રાજકોટ સુધી શ્રમિકોને લાવવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.

નોંધનીય છે કે ઉદ્યોગોમાં પણ કામકાજ શરૂ થતાં નવાં નવાં કામના ઓર્ડર પણ મળી રહ્યા છે. જેથી ઉદ્યોગકારોને પણ શ્રમિકોની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઇ રહી છે. આમ ગુજરાત ફરી તેની શાખ મુજબ ઝડપભેર બેઠું થઈ ગયું છે.

Leave a Response

error: Content is protected !!