જાણવા જેવુધર્મ જ્ઞાન

કોરોનાકાળમાં પણ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરાયું છે આ ભવ્ય આયોજનો,જાણો કયારે થશે ભગવાનના દર્શન

691views

દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો મંદિરોમાં ભગવાનના દર્શન કરવા વહેલી સવારથી ઉમટી પડે છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન અને બેસ્ટ વર્ષે અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે મંદિરોમાં ઓનલાઇન ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આજે ધનતેરસને લઇ BAPS સ્વામિનારાયણ મંદિર લાખ્ખો ભક્તો માટે ખુબ સુંદર આયોજનો કર્યા છે ઉલ્લેખયનીય છે કે BAPS સ્વામિનારાયણ મંદિરના અન્નકૂટ ઉત્સવો દેશમાં જ નહિ વિદેશમાં પણ ખુબ પ્રખ્યાત છે તો ચાલો જાણીયે કે આ કોરોનાકાળમાં પણ કેવી છે વ્યવ્શ્થા

દીપાવલી-અન્નકૂટ-નૂતનવર્ષના માંગલિક અવસરો માણીએ

પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના દિવ્ય સાન્નિધ્યમાં…

 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત દીપાવલી-નૂતન વર્ષના  માંગલિક અવસરોને બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં, જીવંત પ્રસારણ દ્વારા નીચે મુજબ માણીશું.

તા. ૧૪ નવેમ્બર, શનિવાર, સાંજે ૬.૩૦ થી ૮.૦૦

ચોપડા પૂજન, શારદા પૂજન

પ્રસારણ: GTPL કથા ચેનલ 555 અને live.baps.org દ્વારા

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મહાપૂજા પૂર્વક ચોપડા પૂજન – શારદા પૂજન કરશે, જેને જીવંત પ્રસારણ દ્વારા માણતાં માણતાં આપણે તેમને અનુસરીને ઘરે બેઠાં ચોપડા પૂજન કરીશું અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદથી કૃતાર્થ થઈશું.

તા. ૧૫ નવેમ્બર, રવિવાર, સવારે ૮.૦૦ થી ૯.૦૦

 • ઠાકોરજી સમક્ષ અન્નકૂટ સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં પ્રાતઃપૂજા દર્શન
  પ્રસારણ: live.baps.org દ્વારા
 • અન્નકૂટ દર્શન:
  તમામ મંદિરોમાં સ્થાનિક સમય મુજબ અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત થશે.
 • રવિ સત્સંગ સભા: સાંજે ૫.૩૦થી ૭.૦૦
  પ્રસારણ: sabha.baps.org દ્વારા
   

તા. ૧૬ નવેમ્બર, સોમવાર, સવારે ૬.૦૦ થી ૭.૩૦

નૂતન વર્ષની મહાપૂજા
નૂતનવર્ષના ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નૂતન વર્ષારંભે પ્રાતઃપૂજા સાથે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સમક્ષ વિધિવત્ મહાપૂજા કરશે. જીવંત પ્રસારણ દ્વારા તેઓના દિવ્ય સાનિધ્યમાં નૂતન વર્ષની માંગલિક પ્રભાતે આપણે પણ ઘરે બેઠા આ મહાપૂજા કરવાનો લ્હાવો માણીશું અને નૂતન વર્ષે તેમના આશીર્વાદથી ધન્ય થઈશું.

 • પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં પ્રાતઃપૂજા દર્શન, મહાપૂજા: સવારે ૬.૦૦ થી  ૭.૩૦
  પ્રસારણ: GTPL કથા ચેનલ 555 અને live.baps.org દ્વારા

Leave a Response

error: Content is protected !!