ધર્મ જ્ઞાન

25 ડિસેમ્બરે ક્રિસમસ બધાને યાદ છે પણ શું આ દિવસે હિન્દૂ ધર્મમાં આ દિવસ છે ખાસ એ જાણો છો

387views

દુનિયાના કોઇપણ ધર્મ-સંપ્રદાયના ગ્રંથોનો જન્મદિવસ ઊજવવામાં આવતો નથી, માત્ર શ્રીમદભાગવત ગીતા જયંતી જ ઊજવવામાં આવે છે

ગીતા જયંતી દર વર્ષે માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ ઊજવવામાં આવે છે. આ વખતે 25 ડિસેમ્બરના રોજ ગીતા જયંતી ઊજવાશે. આ દિવસે મહાગ્રંથ એટલે ગીતા, ભગવાન શ્રીકૃષ્ણ અને વેદ વ્યાસજીની પૂજા કરીને આ પર્વ ઊજવવામાં આવે છે. દુનિયાના કોઇપણ ધર્મ-સંપ્રદાયના કોઇપણ ગ્રંથનો જન્મદિવસ ઊજવવામાં આવતો નથી. માત્ર શ્રીમદ ભાગવતની જયંતી જ ઊજવવામાં આવે છે. કેમ કે, એવું માનવામાં આવે છે કે અન્ય ગ્રંથ વ્યક્તિઓએ લખ્યા છે, જ્યારે ગીતાનો જન્મ સ્વયં શ્રી ભગવાનના મુખ દ્વારા થયો છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે, આ દિવસે કુરૂક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જેના સંકલનને શ્રીમદ ભાગવત ગીતાનું સ્વરૂપ આપવામાં આવ્યું.

ગીતાનો સંદેશ દરેક વ્યક્તિ માટે છેઃ-
ગીતા, વેદ અને ઉપનિષદોનો સાર, આ લોક અને પરલોક બંનેમાં મંગળમય માર્ગ દર્શાવતો, કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રણેય માર્ગો દ્વારા મનુષ્યના પરમ શ્રેયના સાધનનો ઉપદેશ કરનાર અદભૂત ગ્રંથ છે. તેના નાના-નાના 18 અધ્યાયોમાં એટલું સત્ય, એટલું જ્ઞાન, એટલાં ઊંચા ગંભીર સાત્વિક ઉપદેશ છે, જે વ્યક્તિને નીચામાં નીચી દિશામાં ઉપર લાવીને દેવતાઓના સ્થાને બેસાડવાની શક્તિ રાખે છે. વ્યક્તિનું કર્તવ્ય શું છે? તેનો બોધ કરાવવો ગીતાનું લક્ષ્ય છે. ગીતા સર્વશાસ્ત્રમયી છે. શ્રીકૃષ્ણએ કોઇ ધર્મ વિશેષ માટે નહી, પરંતુ મનુષ્ય માત્ર માટે ઉપદેશ આપ્યો છે.

ગીતા બધી જ પરિસ્થિતિઓમાં એક સમાનઃ-
ગીતા આપણને બધાને યોગ્ય રીતે જીવન જીવવાની કળા શીખવાજે છે, જીવન જીવવાની શિક્ષા આપે છે. માત્ર એક શ્લોકના ઉદાહરણથી જ તેને યોગ્ય રીતે સમજી શકાય છે.

सुखदुःख समे कृत्वा लाभालाभौ जयाजयौ। ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि।।

અર્થ- જય-પરાજય, લાભ-હાનિ અને સુખ-દુઃખ બધાને સમાન સમજ્યા પછી યુદ્ધ કરવું જોઇએ. આ પ્રકારનું યુદ્ધ કરવાથી પાપ લાગતું નથી. ગીતાના આ શ્કોલમાં વ્યક્તિને જીવનની બધી પરિસ્થિતિઓમાં સમાન રૂપથી વ્યવહાર કરવા માટે કહેવામાં આવ્યું છે. પછી ભલે તે પરિસ્થિતિ સારી હોય કે ખરાબ, વ્યક્તિએ પોતાનો વ્યવહાર બદલવો જોઇએ નહીં. આ પ્રકારનો વ્યવહાર જે પણ રાખશે, તેવો વ્યક્તિ ક્યારેય પરેશાન થશે નહીં.

Leave a Response

error: Content is protected !!