વિકાસની વાત

વિપક્ષની પીડા: ઈવીએમ બેવફા નિકળ્યું..

161views

વિપક્ષનું સુત્ર ‘ઈવીએમ હેક છે..’ આવું સ્કુલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કરે છે… રિઝલ્ટ ખરાબ આવે તે પહેલા જ ‘એક્ઝામ આઉટ ઓફ સિલેબસ’ હતી તેવુ કહી દેવાનું.. !

વાહ..!  ભારે કરી નેતાજી તમારા પક્ષમાં નિર્ણય આવે તો “જનતા કા ફેંસલા… ” અને ન આવે તો “ઈવીએમ ખોટું છે. ”

વિપક્ષ અને ઈવીએમની જોડીમાં બ્રેક અપ જ થયા કરે છે તેવું લાગે છે. જો ને આખુ વિપક્ષ ઈવીએમ માટે કેટલુ કરે છે પણ ઈવીએમ હંમેશા બેવફા બની જાય છે.

વિપક્ષ અને ઈવીએમ વચ્ચે કરણ જોહરની ફિલ્મ જેવો પ્રેમ હોય તેવુ લાગે છે.. કોંગ્રેસને ઈવીએમ પસંદ છે અને ઈવીએમને પણ કોંગ્રેસ પર ક્રશ હતો.. એટલે કોગ્રેસે વિકાસ,દેશભક્તિ,સેના, સામાજીક સમસ્યા બધાને દગો આપીને માત્ર ઈવીએમના ભરોસે બેસી રહ્યુ પણ આપણું ઈવીએમ બેવફા નીકળ્યુ.. હવે કોંગ્રેસ પાસે    “અચ્છા સીલા દિયા તુને મેરે પ્યાર કા..” ગીત સિવાય કોઈ ઉપાય નથી.  હાલ તો કોંગ્રેસને દીદી,ભત્રીજા,ફઈ અને દાદા સાંત્વના આપી રહ્યુ છે કે બધુ સારુ થઈ જશે. જો કે ઈવીએમએ તો અત્યારે લોકોમત સાથે લગ્ન કર્યા છે એટલે તેની જીંદગી તો સુધરી ગઈ છે.

હવે પ્રશ્ન એ છે કે કોંગ્રેસ સહિતની તમામ વિપક્ષ પાર્ટીને ખબર છે કે ઈવીએમ હેક થાય છે અને કેવી રીતે  થાય છે એ પણ ખબર છે તો કોંગ્રેસ શા માટે ઈવીએમ હેક નથી કરી શકતી 2014માં તો સરકાર પણ કોંગ્રેસની હતી, અધિકારીઓ પણ કોંગ્રેસના હતા તો કરી લેવુ હતુને ઈવીએમ હેક ??? અને ભાજપે 2014માં આ ઈવીએમ હેક કર્યુ તો શું તમારા અધિકારીઓએ તમને જ દગો આપ્યો  ??

Loading

error: Content is protected !!