Corona Update

 Fack Cheak :  કોરોના વાયરસના જોક્સને શેર કરવા બદલ ગ્રુપ એડમિનને થશે સજા ? જાણો આ વાઈરલ મેસેજનું સત્ય

444views

વોટ્સઅપ પર ઘણા સાચા અને ખોટા મેસેજ વાઈરલ થતા હોય છે. તેમાંથી સાચુ શું છે તે જણાવવા અમે કરીશું ફેક્ટ ચેક. તમે મેસેજ વાંચતા હશો કે વોટ્સઅપ પર કોરોના વાઈરસના જોક્સ,મીમ્સ શેર કરવા બદલ ગ્રુપ એડમિનને સજા થશે એટલે બે દિવસ ગ્રુપ બંધ રાખો. તો શું આ સાચું છે ?

આ દિવસોમાં વોટ્સએપ એક સંદેશ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જણાવાયું છે કે જો કોઈ કોવિડ -19 રોગચાળો (કોરોના વાયરસ ચેપ) વિશેની કોઈ મજાક પણ શેર કરવામાં આવશે  તો ગ્રુપ એડમિન વિરુધ્ધ કલમ, 68 140 અને 188 ના ઉલ્લંઘન જેવી કાર્યવાહી કરવામાં આવશે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) એ આ સંદેશાઓને બનાવટી સંદેશાઓ તરીકે નકારી દીધા છે.  પીઆઈબી ફેક્ટ ચેકનું  ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર કહેવામાં આવ્યુ કે ‘સોશિયલ મીડિયા પર આવા નકલી સંદેશાઓ શેર કરવામાં આવી રહ્યા છે કે કોરોના વાયરસ સંબંધિત માહિતી શેર કરવા બદલ ગ્રુપ એડમિન અને ગ્રુપના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, તેથી એડમિન બે દિવસ માટે બધા ગ્રુપ બંધ કરો. પણ ખરેખર સરકાર દ્વારા આવી કોઈ જ સુચના આપવામાં આવી નથી.’

 સત્ય –  તો આ પરથી સાબિત થાય છે કે આવો કોઈ મેસેજ સાચો નથી. ગ્રુપ એડમિનને સજા થાય તેવી કોઈ કલમ નથી અને કોઈ સરકારી આદેશ નથી. 

Leave a Response

error: Content is protected !!