રાજનીતિ

ફેક્ટ ચેક : શું ખરેખર ભુટાને ભારતમાં આવતુ પાણી રોકી દીધુ કે દેશવિરોધી લોકો અફવા ફેલાવે છે ?

456views

ભુટાને ભારતના ગામડાઓને મળતુ સિંચાઈનું પાણી રોકીને અવળચંડાઈ શરૂ કરી હોવાની વાત સામે આવી હતી. આ તમામ ગામડાઓ આસામના છે. આ ખેડૂતોનો આરોપ હતો કે, ભૂટાને અચાનક પાણીનો પ્રવાહ રોકી દેતા તેમને મળતુ સિંચાઈનું બંધ થઈ ગયું છે. સંખ્યાબંધ ખેડૂતો રસ્તા પર ઉતરીને વિરોધ કરવા લાગ્યા હતાં.

પરંતુ હવે ભૂટાન દ્વારા પાણી રોકવાની સાચી હકીકત સામે આવી છે. ન્યુઝ એજન્સીએ ભૂટાને અસમ સુધી પાણી ન પહોંચાડયું હોવાના સમાચારોનું ખંડન કર્યું છે. એજન્સીએ જણાવ્યું છે કે નહેરોનું રીપેરિંગ ચાલી રહ્યું છે, આ કારણે પાણીનો સપ્લાઈ પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. લોકડાઉનના કારણે નદીઓમાં આવેલા પથ્થર સાફ થયા નથી. અમુક નહેરો બ્લોક થઈ ગઈ હતી જે સાફ કરવાની બાકી છે.

ભુટાનના નાણા મંત્રીએ કહ્યુ ભારત અમારો મિત્ર છે.

ભૂતાનના એક લોકલ ન્યુઝ પેપરના સંપાદક તેનજિંગ લમસાંગના જણાવ્યા મુજબ ભૂતાને કોરાનાનું સંક્રમણ રોકવા માટે તેની સીમા બંધ કરી દીધી છે. બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિએ 21 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું જરૂરી છે. દર વર્ષે અસમના ખેડૂતો ભૂતાન જઈને ડોંગમાં પાણી ડાયવર્ટ કરતા હતા. હાલની સ્થિતિમાં આ કામ શકય નથી, આ કારણે ખેડૂતો સુધી પાણી પહોંચી રહ્યું નથી.

પાણી નહોતુ રોક્યું પણ ભારતના ખેડૂતો માટે ભુટાન કરી રહ્યું હતું મહેનત

ભારે વરસાદના કારણે સિંચાઈ સાથે જોડાયેલી સુવિધાઓ પર અસર પડી છે. ઘણી જગ્યાઓએ નાની નહેરો તૂટી ગઈ છે. સ્થાનિક લોકોની સાથે મળીને પ્રશાસન તેનું રિપેરિંગ કરી રહ્યું છે. જેથી ખેડૂતો સુધી પાણી નહોતુ પહોંચતુ. ભૂટાને ભારતના ખેડૂતોને મળતુ પાણી રોક્યું નથી પણ તેમને આ પાણી સારી રીતે મળી રહે તે માટે કેનાલ અને નહેરોનું સમારકામ અને સાફસફાઈ હાથ ધરી હતી. જેથી કરીને ભારતીય ખેડૂતોને અવિરત પાણી મળતુ રહે. પણ હાલ કોરોનાને કારણે કામ અધુરુ રહ્યુ છે.

Leave a Response

error: Content is protected !!