Corona Update

ફેક્ટ ચેક : શું ખરેખર ધમણ-1 વેન્ટિલેટર જોખમી છે કે ગુજરાતની સફળતા પર કોંગ્રેસને પેટમાં દુખે છે ?

933views
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કાર્યરત છે
  • કોરોનાગ્રસ્ત વ્યક્તિની સારવારના પ્રાથમિક તબક્કામાં ધમણ-1 અત્યંત ઉપયોગી
  • -સિવિલ હોસ્પિટલના ઓ.એસ.ડી. ડૉ. એમ.એમ પ્રભાકર
  • ડોક્ટરે ધમણ-1ને અત્યંત ઉપયોગી ગણાવ્યું છે પણ કોંગ્રેસ તેમાં પણ રાજનીતિ કરે છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓફીસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડૉ. એમ.એમ. પ્રભાકરે જણાવ્યું છે કે, કોરોના દર્દીઓની સારવારમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 અને અત્યાધુનિક એવા હાઈ એન્ડ વેન્ટિલેટર એમ બંન્ને ઉપયોગી છે.

કોરોનાગ્રસ્ત વ્યક્તિને શરૂઆતના તબક્કે કૃત્રિમ રીતે ઓક્સિજન પૂરો પાડવો પડે ત્યારે ધમણ-1 અત્યંત ઉપયોગી છે.પરંતુ જ્યારે દર્દી ક્રિટીકલ કન્ડીશનમાં હોય ત્યારે હાઇએન્ડ વેન્ટિલેટરની જરૂર પડે છે.

ડૉ. પ્રભાકરે જણાવ્યું કે, ધમણ-1 વેન્ટિલેટરનો ઉપયોગ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે. કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલા એનેસ્થેસિયા નિષ્ણાંત સહિતના તબીબો દ્વારા ધમણ-1નું ડેમોન્સ્ટ્રેશન યોજી તેના ઉપયોગની સમજ આપવામાં આવી હતી.

કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા વેન્ટિલેટરમાં એક પ્રકાર હાઇ એન્ડ વેન્ટિલેટર છે જે ખૂબ જ ગંભીર દર્દીની સારવારમાં ઉપયોગી છે. હાલમાં જે વેન્ટિલેટરની માંગ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે એ આ હાઇએન્ડ પ્રકારના અત્યાધુનિક વેન્ટિલેટર છે.

રાજકોટ ખાતે બનાવાયેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ ૧ પ્રાથમિક તબક્કાનું છે અને તેમાં જરૂરી સુધારા માટે અહીંના તબીબો દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.

કમ્પ્રેસર, મિક્ષ્ચર, હ્યુમિડિફાયર અને કેલિબ્રેશન જેવા ઉપકરણો સંલગ્ન ઉત્પાદક દ્વારા ધમણ-1 વેન્ટિલેટરના આગામી તબક્કામાં જોડવામાં આવશે તેમ ડૉ. પ્રભાકરે જણાવ્યું હતું.

ડૉ. પ્રભાકરે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા સત્વરે વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હતી. આવા સમયે રાજ્યની જ ખાનગી કંપનીએ માત્ર 10 દિવસમાં સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા જે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે.
તેઓએ વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. ભારતમાં અને વિશ્વમાં જ્યારે વેન્ટિલેટરની કમી હતી ત્યારે ગુજરાતની કંપનીઓ સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા.

Leave a Response

error: Content is protected !!