રાજનીતિ

ખેડુતોને ભડકાવનાર દીપ સિદ્ધુ શું ભાજપાનો કાર્યકર્તા છે ? વાઈરલ થયેલી ખબર પાછળનું સત્ય જાણો

497views

26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન દીપ સિદ્ધુએ લાલ કિલ્લા પરથી ખાલિસ્તાની ફરકાવ્યો હતો. આ બાદ સોશીયલ મીડિયા અને રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ લોકો સની દેઓલ સાથે તેની તસ્વીર વાયરલ કરે છે. ત્યારે સની દેઓલે પણ સોશિયલ મીડિયામાં દીપને લઈને કેટલીક સ્પષ્ટતા કરી છે. બીજી બાજુ કિસાન નેતા પણ દીપ સિદ્ધુથી પોતાના છેડા ફાડતા જોવા મળી રહ્યા છે. કિસાન નેતાએ કહ્યું છે કે પંજાબી અભિનેતા દીપ સિદ્ધુએ આંદોલનકારીઓને ઉશ્કેર્યા અને એમને લાલ કિલ્લા પર લઈ ગયો.

  • આરોપ : સોશિયલ મિડીયામાં દીપ સંધુના પીએમ મોદી સાથે ફોટો વાઈરલ થઈ રહ્યા છે. લોકોનું કહેવુ છે કે તે ભાજપાનો કાર્યકર છે.
  • સત્ય : દીપ સંઘુ પોતે જ કહેતો આવ્યો છે કે તેને ભાજપા સાથે કોઈ લેવા દેવા નથી. આ રહ્યો તેનો ઈન્ટરવ્યુ જુઓ

અહિં સાફ સાફ દીપ કહી રહ્યો છે કે તેમના અને ભાજપાના કોઈ સબંધ હતા નહિ અને છે પણ નહિ.

સની દેઓલની સ્પષ્ટતા મારો કોઈ સંબંધ નથી
દીપ સિદ્ધુએ 2019ની લોકસભાની ચૂંટણીમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના સાંસદ અને અભિનેતા સન્ની દેઓલની સાથે તસવીર પણ જોવા મળી હતી. અને હવે આ તસ્વીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જોકે વિવાદોના કારણે સની દેઓલે દીપ સિદ્ધુથી દુરી બનાવી લીધી છે.
સની દેઓલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “લાલ કિલ્લા પર આજે જે બન્યું તે જોઈને મારું હૃદય ખૂબ જ દ્રવી ઉઠ્યું છે. 6 ડિસેમ્બરે મેં પહેલેથી જ ટ્વિટર પર સ્પષ્ટ કરી દીધું હતું કે મારા અને મારા પરિવારનો દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી. જય હિન્દ.”

મોકલવામાં આવ્યું સમન્સ
26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન દીપ સિદ્ધુએ લાલ કિલ્લા પરથી કેસરિયો ધ્વજ ફરકાવ્યો હતો. આ પછી તેને એનઆઈએ દ્વારા તેને સમન્સ આપવામાં આવ્યું છે. શિખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) કેસમાં આ નોટિસ મોકલવામાં આવી છે. સિદ્ધુએ લાલ કિલ્લાની બાજુથી ફેસબુક લાઇવ પણ કર્યું હતું. વીડિયોમાં સિદ્ધુએ પંજાબીમાં કહ્યું હતું કે ‘અમે લાલ કિલ્લા પર નિશાન સાહેબનો ધ્વજ લહેરાવ્યો છે. અમે વિરોધ કરવા માટે લોકશાહી અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ.’

Who is Deep Sidhu waving the flag across the Red Fort

કોણ છે દીપ સિદ્ધુ
કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર ચડીને ખાલિસ્તાનિ ધ્વજ હેરાવનાર માણસ પંજાબી ફિલ્મોનો સુપરસ્ટાર છે. દીપ સિદ્ધુ ઘણા સમયથી ખેડૂતોના સમર્થનમાં હતો પરંતુ અચાનક તે બધે ચર્ચામાં આવી ગયો છે. દીપ સિદ્ધુ એક પંજાબી અભિનેતા છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ અને અભિનેતા સન્ની દેઓલ સાથે જોવા મળ્યો હતો.

દીપ સિદ્ધુનો જન્મ 1984માં પંજાબના મુકતસર જિલ્લામાં થયો હતો. તેણે કાયદાનું અધ્યયન કર્યું છે. દીપ સિદ્ધુએ બાદમાં કિંગફિશર મોડેલ હન્ટ એવોર્ડ જીત્યો. અને વર્ષ 2015માં ‘રમતા જોગી’થી પંજાબી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ તો સારી ચાલી હતી પણ દીપ સિદ્ધુ લોકપ્રિયતા ફિલ્મ જોરા દાસ નમ્બરિયાથી 2018 માં મળી. દીપે આ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.

Leave a Response

error: Content is protected !!