Corona Update

હિંદુ-મુસ્લિમ માટે અલગ કોરોના વોર્ડ ? ખોટા સમાચાર ફેલાવી ગુજરાતને બદનામ કરવાનું કાવતરુ

368views

કોરોના વાયરસની વચ્ચે મીડિયા તેમજ લોકોમાં ઘણી માહિતી પર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તાજેતરમાં આ સંદર્ભે ‘ધ વાયર’ એજન્ડાની પોલ ખુલી હતી અને હવે ઈન્ડિયન એક્સપ્રેસની પોલ ખુલ્લી થઈ છે. હિંદુ-મુસ્લિમની વાત કહીને ગુજરાતને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરુ ઘડવામાં આવ્યુ હતું.

શું કરવામાં આવ્યો હતો દાવો ?

ઈન્ડિયન એક્સપ્રેસમાં એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધર્મ અને જાતિને ધ્યાનમાં રાખીને દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ગુણવંત એચ. રાઠોડે પોતે જ દાવો કર્યો હતો કે સરકારના નિર્ણય પ્રમાણે હિન્દુઓ અને મુસ્લિમો માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ડો.રાઠોડે કહ્યું હતું કે, “સામાન્ય રીતે મહિલાઓ અને પુરુષો માટે અલગ વોર્ડ હોય છે. પરંતુ અહીં અમે હિન્દુ અને મુસ્લિમ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવ્યા છે. ” એટલું જ નહીં, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ડોક્ટરને આ માટેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ સરકારનો નિર્ણય છે. તમે તેમને પૂછી શકો છો.

  • શું છે હકીકત ?

ઇન્ડિયન એક્સપ્રેસનો આ અહેવાલ ખરેખર ચોંકાવનારો છે કે કેમ બિનસાંપ્રદાયિક દેશમાં આવા ભેદભાવ? યુએસસીઆઈઆરએફ, ઇન્ટરનેશનલ ધાર્મિક સ્વતંત્રતા પરના અમેરિકન કમિશન, એ પોતાના અહેવાલમાં આવો જ દાવો કર્યો છે. પરંતુ જ્યારે ગુજરાત સરકારે આવા કોઈપણ વર્ગીકરણને નકારી કાઢયું ત્યારે આ તમામ અહેવાલો પર સવાલ ઉભા થયા હતા. ગુજરાતના આરોગ્ય વિભાગે પણ તેના વતી એક નિવેદન બહાર પાડીને આ મુદ્દાને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

 

Leave a Response

error: Content is protected !!