રાજનીતિ

ફેલશબેક:દેશમાં શું જમાનો હતો “ખુલ્લામાં શૌચ”એ જ તો તરાનો હતો……

131views

આજે એક નવા ભારત તરફ આપણે એક ડગલું ભરવા જઈ રહ્યા છીએ અને આપણે ખુબ ભાગ્યશાળી છીએ કે એ ડગ આપણા ગુજરાતમાંથી ભરાશે સમજ્યા…

અરે હા હા સમજાવું છું હું વાત કરી રહી છું આજે જાહેર થનાર “ખુલ્લામાં શૌચમુક્ત”ભારતની. શું તમે ક્યારેય વિચાર્યું હતું કે આપણું દેશ ખુલ્લામાં શૌચક્રિયામુક્ત થશે. આજે આપણે એ પળે આવીને ઉભા છીએ ત્યારે નજર કરીયે એ ભારતમાં કે જ્યાં ખુલ્લામાં શૌચ જાવાની  પરંપરા જ હતી.કોઈને ત્યારે ખબર પણ ક્યાં હતી કે આમ બંધમાં શૌચક્રિયા કરી શકાય. શરૂ શરૂમાં જયારે આ વાત થઈ ત્યારે આપણે એમ વિચરતા કે આ સાવ ગાડાં વગરના પૈડા જેવી વાત છે. બંધમાં શૌચ જવાથી ઘણા લોકોને તો ગભરામણ થતીને ઘણા લોકો તો એવું કહેતા કે ઘરમાં ક્યાંય શૌચ જવાતું હશે?? તો ઘણાનું એમ પણ માનવું હતું કે “કચરો તો બહાર જ હોય” આવું આપણા દેશમાં શક્ય જ ન બને એવું પણ લોકોનું કહેવું હતું,બરાબરને. પણ બધું શક્ય છે એ કરી બતાવ્યું આપણા નરેન્દ્ર મોદીએ.


પહેલા બહેનોને તકલીફ પડતી કેટલા જાતના રોગ થતા બળાત્કાર જેવી જેવા દુષ્કર્મો વધી જતા એ બધાંથી ભારત મુક્ત છે અને ભારત સ્વચ્છ બની રહ્યું છે નરેન્દ્ર મોદી આ પહેલ કરી છે પહેલા કોઈએ વિચાર્યું પણ ન હતું કે આ બધું થશે. હવે આજે નરેન્દ્ર મોદી જાહેરાત કરશે કે આખો દેશ ખુલ્લામાં શૌચ મુક્ત છે.આટલા ટૂંકા ગાળામાં આ શક્ય બન્યું છે આજે ગામડે ગામડે દરેક જગ્યાએ બદલાવ આવ્યો છે.

“ખુલ્લામાં શૌચમુક્ત” જાહેરાત ક્યાં,ક્યારે, કેવી રીતે ??આ બધા પ્રશ્નોના વાંચો જવાબ

રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મહાસંમેલન કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 10000થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજિત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળની મુલાકાત પણ કરાવાશે.સરપંચ સંમેલનમાં ગુજરાતના 10000 સરપંચો તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 10000 સરપંચ મળી 20000 સરપંચ ભાગ લેનાર છે.

ઉપરાંત સ્વચ્છતાગ્રહી, સ્વ-સહાય જૂથો, યોજના સાથે સંકળાયેલા ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા વર્કરો, મહિલા ચેમ્પિયન મળી કુલ પ્રતિનિધિઓના 60 ટકાથી વધુ બહેનો ભાગ લેશે.એટલું જ નહીં ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્રિના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે. સાથે-સાથે તેમના માટે કાર્યક્રમમાં સહભાગી થવા માટે 400થી પણ વધુ બસોની વ્યવસ્થા કરાઇ છે.

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદીએ રિવરફ્રન્ટ ખાતેના યોજાયેલા દેશના 20 હજારથી વધુ સરપંચોના મહાસંમેલનમાં મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયામુક્ત જાહેર કરશે.નરેન્દ્ર મોદીના આ સપનાને સમર્થન આપતા આજે નાના બાળકોથી માંડી વૃધો પણ સમજતા થયા છે અને દરેક દેશવાસી કહે છે,

“स्वच्छ भारत का इरादा, इरादा कर लिया हमने,

देश से अपने ये वादा, ये वादा कर लिया हमने”

આ પળના સાક્ષી જરૂર બનજો અને જણાવજો તમારી અનુભુતી Voice of Gujaratના માધ્યમ દ્વારા સમગ્ર ભારતને. તો જો જો રહી ન જતા…….

Leave a Response

error: Content is protected !!