રાજનીતિ

બહાદુરી: મહિલા DySPએ આરોપીને પકડવા રીક્ષામાં પીછો કર્યો, જાણો કોણ છે આ DySP

92views

અમદાવાદ ગોમતીપુરના યુવક સાકીરની હત્યા તેના જ ભાગીદાર મોહંમદ મતબુલે જ કરી હોવાનું ગ્રામ્ય પોલીસને કન્ફર્મ થતાંની સાથે જ તેના મોબાઈલ ફોનનું લોકેશન અને તેની માહિતી મેળવી લીધી હતી. તેથી મહિલા ડીવાયએસપી શ્વેતા ડેનિયલે આરોપીને પકડવા માટે કાલુપુરથી અડાલજ સુધી પીછો કર્યો હતો. પોલીસ માટે પ્લસ પોઇન્ટ હતો કે આરોપી મતબુલનો ફોન ચાલુ હતો, જેથી તેનું લોકેશન મળી રહ્યું હતું.

  • શ્વેતા ડેનિયલ ટ્રેનના ડબ્બામાં પણ બેસી ગયા હતા

મતબૂલે વતન ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું. જેથી ડીવાયએસપી કે.ટી. કામરિયાએ પ્રોબેશન મહિલા ડીવાયએસપી શ્વેતા ડેનિયલ અને ટીમને રેલવે સ્ટેશન પર ટ્રેનમાં મોકલ્યા હતા. શ્વેતા ડેનિયલ ટ્રેનના ડબ્બામાં પણ બેસી ગયા હતા. આરોપીની પોલીસ ટ્રેનમાં રાહ જોઈ રહી હતી પરંતુ કોઈ કારણસર મતબૂલ ટ્રેનમાં જવાની જગ્યાએ ટેક્સીમાં નીકળી ગયો હતો.

  • આરોપીને પકડવામાં રીક્ષામાં પીછો કર્યો

મતબૂલનું લોકેશન સાબરમતી થઇ મહેસાણા તરફ જતું મળતાં મહિલા ડીવાયએસપી શ્વેતા ડેનિયલ અને ટીમને તેનો પીછો કરવા માટે કહ્યું હતું. કાલપુર વિસ્તારમાંથી આરોપીને પકડવા માટે ખૂબ જ ટ્રાફિકના કારણે ગાડીમાં જવાની જગ્યાએ મહિલા ડીવાયએસપી શ્વેતાએ રીક્ષા કરી હતી. આરોપીને પકડવામાં રીક્ષામાં અડાલજ સુધી પીછો કર્યો હતો. બાદમાં ત્યાંથી તેઓ પ્રાઇવેટ ગાડીમાં બેસી પીછો કર્યો હતો.

  • રાજસ્થાન ટૂરિઝમની બસમાં બેઠો

આરોપી મહેસાણા સુધી ટેક્સીમાં પહોચ્યો હતો ત્યાર બાદ રાજસ્થાન ટૂરિઝમની બસમાં બેઠો હતો. પાલનપુર પાસે આરોપી મતબૂલ અને મહિલા ડીવાયએસપી શ્વેતા વચ્ચે માત્ર ત્રણ જ કિલોમીટરનું અંતર હતું ત્યાં જ આરોપીનો મોબાઇલ ફોન બંધ થઇ ગયો હતો. જેથી પોલીસને લોકેશન મળતું બંધ થઇ ગયું હતું. શહેર ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઉત્તરપ્રદેશથી પકડવા ટીમો રવાના કરી હતી.

Leave a Response

error: Content is protected !!