જાણવા જેવુરાજનીતિ

પચાસ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં કોઇ મુખ્યમંત્રીએ પાંચ વર્ષ પૂરા નથી કર્યા- મોદી

107views

હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ  દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાઓની હાજરીમાં ભાજપના કાર્યકર્તાઓ સમક્ષ તેમની વાત મુકી હતી. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રના લોકો પ્રત્યે અભિનંદન વ્યક્ત કરીને ફરી સરકાર ચલાવવા માટે જે મેન્ડેટ આપ્યો તેના માટે આભાર વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું, ‘‘જ્યારે દેશનો સામાન્ય ટ્રેન્ડ રાજ્યોમાં દર પાંચ વર્ષે સરકારો બદલવાનો છે ત્યારે આવા સમયે પાંચ વર્ષ બાદ ફરી બેસાડવાનો નિર્ણય ભાજપ અને તેના કામ કરવાની રીત પ્રત્યે જનતાના વિશ્વાસને પ્રગટ કરે છે. હું બન્ને પ્રદેશની જનતાને વિશ્વાસ અપાવું છું કે તમે આટલી માત્રામાં આશીર્વાદ આપ્યા છે.અમારી ટીમ નવી હતી, અનુભવ સામાન્ય પ્રકારનો હતો પરંતુ તેમ છતા પણ પાંચ વર્ષ સુધી અમે સેવા કરવાના અમારા ઉદ્દેશ્યથી ડગ્યા વિના તમારી સેવા કરી છે. હવે તમે ફરી અમને મોકો આપ્યો છે તો હું મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાને વિશ્વાસ આપવા માગુ છું કે તમારી સેવા કરવામાં અમે પાછલા પાંચ વર્ષથી પણ વધારે મહેનત કરીશું. ’’

મોદીએ આગળ કહ્યું, ‘‘હરિયાણા પોતાનામાં જ એક અભૂતપુર્વ વિજય છે. અભૂતપૂર્વ એટલા માટે કે સામાન્ય રીતે આ દિવસોમાં એક સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને બીજી વખત જીતે તેવી ઘટનાઓ ખૂબ ઓછી છે. એક સરકાર આવે, પાંચ વર્ષ રહે, પછી બીજી આવે અને તે પાંચ વર્ષ રહે. આવા વાતાવરણમાં , બીજી વખત સૌથી મોટા દળ તરીકે વિશ્વાસ અને આશીર્વાદ પ્રાપ્ત કરીને આવવું તે ખૂબ મોટી વાત છે. ગત વખતે વિધાનસભા ચૂંટણીમાં 35 ટકા વોટ મળ્યા હતા. પાંચ વર્ષમાં થોડુ એન્ટી ઇન્કમ્બન્સી હોય. પણ તેમ છતા 35 ટકા થી વધીને 36 ટકા વોટ મળ્યા તે જનસામાન્ય પર, તેમના કામની મહોર લગાવવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે. મેં વર્ષો સુધી હરિયાણામાં સંગઠનનું કામ કર્યું છે. કોઇ પણ પાર્ટી સાથે અમને સમાધાન જો કરવું પડતું હોય શીટ શેરીંગનું તો મોટાભાગે એ પાર્ટીઓની શરતો પર કરવું પડતું હતું. તેમાં ક્યારેક પાંચ સીટો લડવા મડતી અથવા તો ક્યારેક દસ. અને એ પણ એ લોકો કહે એ સીટ પર લડવું પડતું હતું. અને ક્યારેય બે અંક પાર કરી જઇએ, મતલબ કે દસ કે વધુ સીટ આવે તો તે એક મોટુ સૌભાગ્ય હતું. આ બહુ જૂની વાત નથી.”

 

મોદીએ કહ્યું, ‘‘ તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ 2014 પેહલા ભાજપ હંમેશા અહીં જૂનીયાર પાર્ટી રહી. અમે શિવસેનાની સાથે રહેતા હતા. સરકાર હંમેશા શિવસેનાની બનતી હતી. પરંતુ મહારાષ્ટ્રની એક વિશેષતા જૂઓ. તમને પણ તે સાંભળીને આશ્વર્ય થશે. ગત પચાસ વર્ષમાં એક પણ મુખ્યમંત્રી સમગ્ર પાંચ વર્ષ મહારાષ્ટ્રની સેવા નથી કરી શક્યો. પાંચ વર્ષ લગાતાર મુખ્યમંત્રી તરીકે પચાસ વર્ષ બાદ પહેલી વખત દેવેન્દ્ર ફડણવીસને સેવા કરવાનો મોકો મળ્યો. મહારાષ્ટ્ર જેવા આર્થિક રાજધાની દેશની અર્થવ્યવસ્થામાં દુનિયામાં દેશના પ્રભાવને વધારવામાં મહારાષ્ટ્ર અને વિશેષ રીતે મુબઈનું મોટું યોગદાન છે. મહારાષ્ટ્રની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ’’

મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં આવનારા પાંચ વર્ષ મહારાષ્ટ્ર અને હરિયાણાના, વિકાસની નવી ઉંચાઇઓને પાર કરવાનો કાર્યકાળ રહેશે તેવો મને ભરોસો છે. કોઇ પણ પ્રકારનો દાગ લગાવ્યા વિના સરકાર ચલાવી તેથી તેમને આજે જનસમર્થન મળ્યું છે. અમેત્યાગ અને તપસ્યામાં કોઇ કમી નહીં રાખીએ. તમે જે વિશ્વાસ રાખ્યો છે તેના પર ખરા ઉતરવા અમે ભરચક કોશિષ કરીશું. અને કેન્દ્રમાં સરકારમાં હોવાના કારણે મેં અનુભવ કર્યું છે કે ભારત સરકારની યોજનાને લાગૂ કરવામાં બીજેપીની જ્યાંજ્યાં સરકારો છે તે વધુ ઉત્સાહ સાથે મહેનત કરે છે. જનતા સુધી વાત લઇ જાય છે. આવી રીતે જનતાને ડબલ ફાયદો મળે છે. વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જનતાનો પ્રેમ અમારી જવાબદારી પણ વધારે છે. અને અમે કાર્યકર્તા જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવા માટે અમારા તરફથી કોઇ કમી નહીં રાખીએ એ વિશ્વાસથી આપણને આગળ વધવાનું છે. ’’

 

Leave a Response

error: Content is protected !!