રાજનીતિ

ફીલ લાઈક ફ્લાઈટ:તેજસ એક્સપ્રેસ માટે થઈ રહી છે લગેજ બુકિંગની સુવિધા શરૂ

122views

IRCTC ટૂંક સમયમાં જ પ્રીમિયન ટ્રેન મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ માટે લગેજ બુકિંગની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. તેની ખાસ વાત એ હશે કે તેમાં મુસાફરોના ઘરેથી લગેજ લઇને તેમને જ્યાં જવાનું હશે ત્યાં સામાન પહોંચાડવાની વ્યવસ્થા આપવામાં આવશે. આ માટે મુસાફરોએ કિગ્રા દીઠ 110 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ વ્યવસ્થા એક પ્રાઇવેટ સ્ટાર્ટઅપ બુક બેગેજની મદદથી કરવામાં આવી રહી છે.

IRCTCના એક અધિકારીના જણાવ્યા અનુસાર,

  • મુસાફરો તેમની ટિકિટ અનુસાર નક્કી કરેલી મર્યાદામાં લગેજ લઈ જવાનું બુકિંગ કરાવી શકે છે.
  • ફર્સ્ટ એસીના મુસાફરો માટે લગેજની લિમિટ 70 કિલો રહેશે
  • સેકન્ડ એસીના પ્રવાસીઓ માટે 50 કિલો અને સ્લીપર ક્લાસના પેસેન્જર્સ માટે 40 કિલો સુધી રહેશે.
  • મુસાફરો દ્વારા આ સર્વિસની પસંદગી કર્યાં બાદ સર્વિસ પ્રોવાઇડર તરફથી એક એક્ઝિક્યૂટિવ મુસાફરીના એક દિવસ પહેલાં ઘરે આવશે. ત્યારબાદ મુસાફરનો સામાન તેને જ્યાં જવાનું છે ત્યાં પહોંચાડવામાં આવશે. આ માટે ટિકિટમાં સરનામાં આપવું પડશે. મુસાફર જિયો ટેગિંગ દ્વારા પોતાનો સામાન ટ્રેક પણ કરી શકશે.

ક્યાં ક્યાં સ્ટેશને રહેશે ઉભી:

તેજસ એક્સપ્રેસને મુંબઈ સેન્ટ્રલ, બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ જંક્શન અને અમદાવાદમાં ઊભી રાખવામાં આવશે.

ફ્લાઇટ કનેક્ટિવિટી પર સર્વિસ નિર્ભર રહેશે

અધિકારીના જણાવ્યા અનુસાર, આ સર્વિસ સંબંધિત ક્ષેત્રમાં ફ્લાઇટ કનેક્ટિવિટી પર નિર્ભર કરશે. મુંબઈ અને સુરત વચ્ચે ફ્લાઇટ કનેક્ટિવિટી છે પણ આણંદમાં નથી.IRCTCની યોજના છે કે મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસની શરૂઆત થવાની સાથે જ બેગેજ બુકિંગની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવે. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3:40 વાગ્યે ઉફડીને રાત્રે 9:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેમજ, અમદાવાદથી સવારે 6:10 વાગ્યે ઉપડીને બપોરે 1:10 વાગ્યે મુંબઈ પહોંચશે.

Leave a Response

error: Content is protected !!