રાજનીતિ

જો તમે GST ચુકવતા હોય તો આ સમાચાર તમારા માટે છે.. નાના વેપારીઓ માટે લેવાયા મહત્વના નિર્ણય..

95views

આજે નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 35મી બેઠક મળી. મોદી સરકારના બીજા કાર્યકાળનાં ગઠન બાદ GST કાઉન્સિલની આ પ્રથમ બેઠકમાં નાના વેપારીઓ તેમજ સામાન્ય જનતા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં. આવો જાણીએ આ તમામ મહત્વના નિર્ણયો સંક્ષેપમાં.

 

1.હવે કોઈ પણ નવો વેપારી માત્ર આધાર દ્વારા સરળતાથી પોતાના ધંધાનું GSTમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. આધાર નંબર દ્વારા વેપારી પોતાના ધંધાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

2.1 જાન્યુઆરી 2020 થી તમામ ધંધાર્થીઓએ માત્ર એક પેજનું GST રીટર્ન ફાઈલ કરવાની સરળતા કરવામાં આવી.

3. GST રજીસ્ટ્રેશનની મર્યાદા 20 લાખથી વધારીને 40 લાખ કરવામાં આવી.

4. GST કાઉન્સિલે ધંધાર્થીઓને રાહત આપતાં GST રીટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. હવે દેશના તમામ ધંધાર્થીઓ 30 ઓગસ્ટ 2019 સુધી રીટર્ન ફાઈલ કરી શકશે.

5.નેશનલ એન્ટી પ્રોફિટ ઓથોરીટીનો કાર્યકાળ વધુ બે વર્ષ લંબાવવામાં આવ્યો.

6.દેશના 26 રાજ્યોમાં GST ટ્રીબ્યુનલનું ગઠન કરવામાં આવશે.

7. GST કાઉન્સિલમાં ઈ-ઇન્વોઇસને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી.

8. ઈ-વ્હીકલ પર ટેક્સ ઘટવાના તમામ કેસો ફીટમેન્ટ કમિટીમાં મોકલવામાં આવ્યાં જે જલ્દી જ આ અંગે નિર્ણય લેશે.

9. મલ્ટીપ્લેક્સ સિનેમામાં હવે ઈ-ટીકીટ જ આપવામાં આવશે.

10. જો કોઈ ધંધાર્થી સતત બે મહિના રીટર્ન ફાઈલ નહી કરે તો તેને ઈ-વે બીલ જનરેટર કરવાની સુવિધા નહી આપવામાં આવે.

11. ઇલેક્ટ્રિક ચાર્જર પર GST 18% થી ઘટાડી 12% કરવામાં આવ્યો.

Leave a Response

error: Content is protected !!