Corona Update

20 લાખ કરોડ પેકેજનું પાર્ટ -3 : આજે ખેતી ક્ષેત્ર માટે કુલ અધધધ 3 લાખ કરોડ આપ્યા તો લોકલ વસ્તુના બ્રાન્ડ માટે 10 હજાર કરોડ

1.48Kviews

8 જાહેરાતો કૃષિ સેકટર સાથે જોડાયેલા માળખાગત ઢાંચા પર કરાશેઃ નાણાં મંત્રી

કિસાન ક્રેડિટ કાર્ડ માટે રૂ. 2 લાખ કરોડ.

ફાર્મ ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.

માછીમારી માટેના લાઈસેન્સની સમય મર્યાદા 3 મહિના વધારવામાં આવી.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 20 હજાર કરોડની જાહેરાત.

સમુદ્રી અને અંતર્દેશીય મત્સ્ય પાલન માટે વધુ 9000 કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે

  • નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- ખેડૂતો લોકડાઉન દરમિયાન પણ કામ કરતા રહ્યાં.
  • લોકડાઉનમાં પીએમ કિસાન યોજના અંતર્ગત 18,700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા
  • કૃષિના પરંપરાગત ઢાંચા માટે એક લાખ કરોડ આપશે સરકાર.
  • આ પૈસા એગ્રીગ્રેટર્સ, એફપીઓ, પ્રાઈમરી એગ્રીકલ્ચર સોસાયટી વગેરે માટે ફાર્મ ગેટ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે આપવામાં આવશે જેમ કે કોલ્ડ સ્ટોરેજ.
  • ફૂડ એન્ટરપ્રાઈઝ માઈક્રો સાઈઝ માટે 10 હજાર કરોડ આપવામાં આવશે, જેથી તેઓ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ બનાવી શકે.
  • વેલનેસ, હર્બલ, ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવનાર 2 લાખ માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝને ફાયદો થશે.
  • બિહારમાં મખાના ઉત્પાદ, કાશ્મીરમાં કેસર, કર્ણાટકમાં રાગી ઉત્પાદન, નોર્થ ઈસ્ટમાં ઓર્ગેનિક ફૂડ, તેલંગાણામાં હળદર.
  • મછીમારોને નવી નોકરીઓ આપવામાં આવશે
  • નાણાં મંત્રીએ કહ્યું પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, જેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી, કોરોનાના કારણે તેને તાત્કાલિક લાગુ કરાઈ રહી છે.
  • માછીમારોને તત્કાલિક નોકરીઓ આપવામાં આવશે, 55 લાખ લોકોને રોજગારી મળશે.
  • તેેનાથી ભારતની નિકાસ બેગણી વધીને 1 લાખ કરોડ રૂપિયાની થઈ જશે. અગામી 5 વર્ષમાં 70 લાખ ટન વધુ મત્સ્ય ઉત્પાદન થશે
  • જન ઔષધી ખુબ જ ઉપયોગી સાબિત થશે
  • હર્બલ અને મેડિસિન ખેતી માટે સરકારની જાહેરાત, 4 હજાર કરોડ રૂપિયાની ફાળવણી.
  • શાકભાજી સ્ટોરેજ અને વહન માટે 50 ટકા સબસિડી અપાશે.
  • 5 વર્ષમાં 70 લાખ ટન માછલીઓનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક.
  •  ડેરી પ્રોસેસિંગમાં ખાનગીકરણ તરફ સરકારની નજર.
  •  મધુમાખી પાલન યોજના માટે 500 કરોડની જાહેરાત, 2 લાખ લોકોને થશે લાભ.
  • ગંગા કિનારે હર્બલ ખેતીના પ્લાન.
  •  પશુઓમાં 100 ટકા રસીકરણ કરાશે, તમામ રોગમાંથી મુક્તી અપાવવા માટે રસીકરણ કરાશે, તેના માટે 13 હજાર કરોડની ફાળવણી

Leave a Response

error: Content is protected !!