રાજનીતિ

નાણામંત્રી નિર્મલા સિતારમન ફરી આપવા જઈ રહ્યા છે લોકોને ખુશ થવાનો મોકો

101views

આજકાલ દેશના નાણાંમંત્રી બેક ટુ બેક લોકોને ફાયદો થાય તેવા નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે નિર્મલા સિતારમન વધુ એક ખુશ થવાનો મોકો આપવા જઈ રહ્યા છે. દિલ્હી, અમદાવાદ સહિતના દેશના તમામ શહેરોમાં જેટલા પણ હાઉસિંગ પ્રોજેક્ટ છે, તેને પૂરા કરવા માટે ટુંક સમયમાં ફંડ ફાળવવામાં આવશે. એક્સક્લૂસિવ જાણકારી અનુસાર, જે પ્રોજેક્ટ એનપીએ થઈ ગયા છે, એનસીએલટીમાં છે, તેને પણ આનો ફાયદો મળશે. નાણા મંત્રાલયે પ્રસ્તાવ કેબિનેટમાં મોકલી દીધો છે અને ટુંક સમયમાં આ પ્રસ્તાવને લીલી ઝંડી મળી શકે છે.

નાણામંત્રી નિર્મલા સિતારમને 10 હજાર કરોડ રૂપિયાનું સ્પેશિયલ ફંડ બનાવવાની જાહેરાત કરી હતી. જેથી આ ફંડ દ્વારા અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટને સમયસર પૂરા કરી શકાય. તેના માટે જરૂરી નાણાં સરળ શરતો પર આપી શકાય.

સૂત્રો અનુસાર, હવે આ પ્રસ્તાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તે સમયે નાણામંત્રીએ કહ્યું હતું કે, આ ફંડ્સનો ઉપયોગ એનપીએવાળા પ્રોજેક્ટમાં નહી કરવામાં આવે. આ સિવાય આનો ઉપયોગ એવા પ્રોજેક્ટમાં પણ નહી કરવામાં આવે જે એનસીએલટીમાં છે.હવે તેમાં મોટો ફેરફાર કરતા પ્રસ્તાવ રાખવામાં આવ્યો કે, એનપીએવાળા પ્રોજેક્ટમાં પણ આનો ઉપયોગ કરી શકાશે. આનો મતલબ એ થયો કે, આ ફંડમાંથી પૈસા લઈ એવા પ્રોજેક્ટ પૂરા કરી શકાય. એટલું જ નહી, એવા પણ કેટલાક પ્રોજેક્ટ છે જે એનસીએલટીમાં આવી ગયા છે, તેમને પણ આ ફંડથી પ્રોજેક્ટ પૂરા કરવા માટે પૈસા આપવામાં આવશે.

આવા પ્રોજેક્ટ અફોર્ડેબલ હોવા જોઈએ અને સાથે સાથે લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટ્સ હોવા જોઈએ. જેમાં વિદેશી રોકાણકારો આવી શકે, તેના માટે FDI, FIIના નિયમોમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. NCLT વાળા પ્રોજેક્ટને પૈસા આપવા માટે IBCના નિયમોમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. એટલું જ નહીં, NPAવાળા પ્રોજેક્ટ પર પૈસા આપવા માટે તેમાં RBI તરફથી જરૂરી ગાઈડલાઈન આપવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!