જાણવા જેવુરાજનીતિ

મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલબહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપતા શું કહ્યું જાણો

134views

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જયંતી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં તે વિજયઘાટ પહોંચ્યા અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જયંતી પર તેમને પણ શત શત નમન કર્યા હતા. ગાંધી જયંતીના પ્રસંગે વડાપ્રધાન દિલ્હી અને ગુજરાતના ઘણાં કાર્યક્રમોમાં સામેલ થશે

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 150મી જન્મ-જયંતિ પર શત-શત નમન.તો સાથે જ બાપુ વિષે મોદીએ કહ્યું કે શાંતિ, સંવાદિતા અને ભાઈચારો પ્રત્યે ગાંધીજીની પ્રતિબદ્ધતા અવિરત રહી છે. તેમણે એવી વિશ્વની કલ્પના કરી કે જ્યાં સૌથી ગરીબમાં ગરીબ લોકો સશક્ત થાય.તેમના આદર્શો આપણને માર્ગદર્શક પ્રકાશ કરે છે.

તો આજે લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ યાદ કરતા બોલ્યા કે, ‘જય જવાન જય કિસાન’નો નારો આપીને દેશમાં નવી-ઉર્જાનો સંચાર કરનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીજીને તેમની જયંતી પર શત-શત નમન. શાસ્ત્રીજીના મૂલ્યવાન યોગદાનને ભારત ક્યારેય ભૂલશે નહીં. તે એક બહાદુર હતા જે ક્યારેય તેના આદર્શો અને સિદ્ધાંતોથી ભટક્યા ન હતા.

.તો સાથે ભાજપના નેતા લાલકૃષ્ણ આડવાણીએ પણ રાજઘાટ પહોંચીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ રાજઘાટ પર જઈને પણ રાજઘાટ પર પહોંચીને ગાંધીજીને પ્રણામ કર્યા હતા.

 

 

 

Leave a Response

error: Content is protected !!