Corona Update

ખુબ સારા સમાચાર : દેશનું પ્રથમાં પ્લાઝમા સ્ટડી સેન્ટર અમદવાદમાં, ICMR એ આપી મંજુરી, સીએમ રૂપાણીની તાત્કાલિક રજુઆતથી થયું આ કામ

823views
  • માત્ર બે દિવસમાં SVP હોસ્પિટલમાં સફળ પ્લાઝમાં થેરેપી,
  • CM રૂપાણીની તાત્કાલિક રજુઆતથી  અમદાવાદમાં બન્યું દેશનું પ્રથમ  પ્લાઝમાં સ્ટડી સેન્ટર  
  • દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂઃ AMC કમિશનર
  • દિલ્હી ICMR એ મંજુરી આપી,એક MoU તૈયાર મંજુર થયું છે.
  • અમદાવાદમાં પ્રથમ દર્દી પર શરૂ થઈ ગઈ પ્લાઝમાં થેરેપી
  • ટ્રાન્સમિશન બાદ દર્દીની તબિયત સ્થિર છે
  • બીજા પ્લાઝમા ટ્રાન્સમિશન માટે તૈયારી શરૂ ડોનર પણ મળી ચૂક્યા છે
  • પ્લાઝમાં થેરેપીથી કોરનાના ક્રિટીકલ દર્દી સારા થઈ શકે. 
  • પ્લાઝમાં થેરેપીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીના બ્લડ સેમ્પલ લઈને કોરોના પીડિતને આપવામાં આવે છે. 

ગુજરાત માટે સૌથી મોટા સારા સમાચાર આવી રહ્યા છે. દેશમાં પ્રથમ પ્લાઝમાં સ્ટડી સેન્ટર અમદાવાદમાં શરૂ કરવામાં આવશે. ગઈ કાલે મોડી રાત્રે પહેલા દર્દીને પ્લાઝમાં થેરેપી આપવામાં આવી.

પ્લાઝમાં થેરેપીમાં કુલ ત્રણ સ્ટેપ દ્વારા કરવામાં આવી પદ્ધતિ.

  • પહેલા સ્ટેપમાં  મુખ્યમંત્રીએ તાત્કાલિક ધોરણે દેશના આરોગ્ય મંત્રી સાથે વાત કરી જરૂરી માહીતી અને પરમિશન મેળવી.
  • બીજા સ્ટેપમાં અમદાવાદમાં ડોનર શોધવામાં આવ્યા
  • ત્રીજા સ્ટેપમાં ડોનર પાસેથી પ્લાઝમાં મેળવ્યા અને તેના પર રિચર્ચ કરવામાં આવ્યું

svp હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે રિચર્ચ  કરવામાં આવ્યું અને પ્લાઝમાં થેરેપીના ટ્રાન્સમિશન માટે રાત્રે જ બેઠક કરવામાં આવી. હોસ્પિટલ અને મેડિકલ ટીમ દ્વારા રાત્રે એક દર્દી પર પ્લાઝમાં ટ્રાન્સમિશન કરવામાં આવ્યુ. આ બાબાતની જાણ ICMRને કરવામાં આવી છે અને મોડી રાત્રે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એક એમઓયુ તૈયાર થયો છે. તે અંતર્ગત અમદાવાદમાં દેશનું પ્રથમ પ્લાઝમાં થેરેપી રિચર્ચ સેન્ટર બનાવવામાં આવશે. અમદાવાદની SVP હોસ્પિટલ ખાતે આ સેન્ટર ઉભુ કરવામાં આવશે જેમાં ડોક્ટર જનક મુખ્ય રિસર્ચ કરશે. જો આ પ્લાઝમાં થેરેપી સફળ થશે તો અનેક દર્દીના જીવ બચી જશે.

માત્ર બે જ દિવસમાં રાત-દિવસ કામે લાગીને SVP બન્યું દેશનું પ્રથમ પ્લાઝમાં રીચર્ચ સેન્ટર 

. ગુજરાત અને અમદાવાદ માટે ખુબ જ આનંદની વાત છે કે કે અમદાવાદમાં દેશનું પ્રથમ પ્લાઝમાં થેરેપી રિસર્ચ સેન્ટર ઉભું થશે. આ કાર્ય પાછળ મેડિકલ ટીમે રાત દિવસ મહેનત કરી છે. હજુ બે દિવસ પહેલા જયંતિ રવિ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પ્લાઝમાં થેરેપી ગુજરાતમાં પણ શરૂ થશે. બે દિવસની અંદર અંદર ડોનર સ્મૃતિબેન ઠક્કરના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા અને તરત જ રીસર્ચ કરીને પ્લાઝમાં તૈયાર કરવામાં આવ્યા. કોરોના દર્દીને તે આપવામાં આવ્યા અને તેના દ્વારા કોરોના દર્દી હાલ સ્થિર હાલતમાં છે. મેકિકલ ટીમ હજુ આજે પણ એક દર્દીને આ પ્લાઝમાં આપશે અને બીજા ડોનર પણ તૈયાર કરી લેવામાં આવ્યા છે.

 

 

 

Leave a Response

error: Content is protected !!