Corona Update

ગુજરાતનો પહેલો વિસ્તાર કોરોના મુક્ત, વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નથી

525views

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સારવાર હેઠળના તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે. પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી યુવતીને આજે રજા આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે એક પણ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ નથી.


પારૂલ નર્સિંગ ક્વાર્ટરમાં રહેતી યુવતી કોરોના મુક્ત થઇ
વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે જણાવ્યું કે, સારવાર હેઠળના 21 વર્ષની વાશ્વી મહેશભાઇ પટેલને સાજગીના પ્રમાણપત્ર હેઠળ આજે રજા આપવામાં આવતા હાલમાં વડોદરા જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર કોરોના મુક્ત થયો છે. આ યુવતી પારૂલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને તે લીમડા ખાતે પારૂલ યુનિવર્સિટી નર્સિંગ ક્વાર્ટરમાં રહે છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 11 કોરોના પોઝિટિવ કેસો હતા, જે પૈકી 9 સાજા થઇ ગયા છે. જ્યારે 2 દર્દીના મૃત્યુ થયા હતા.

Leave a Response

error: Content is protected !!