રાજનીતિ

કોંગ્રેસના આ પાંચ પુર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જીતુભાઈ વાઘાણીએ કેસરિયો ખેંસ પહેરાવ્યો

1.34Kviews

. રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામાં આપનાર ધારાસભ્યોની વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા ત્યારબાદ વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. હવે રાજીનામા આપનાર પાંચ પૂર્વ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાયા છે. આ માટે ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રવક્તા ભરત પંડ્યા અને ગોરધન ઝડફિયા હાજર રહ્યાં હતા. 

આ ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો

  • કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી,
  • મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા,
  • અબડાસાના ધારાસભ્ય પદ્યુમન સિંહ જાડેજા,
  • કરજણના અક્ષય પટેલ
  • ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા

રાજીનામા આપનાર ધારાસભ્યો

  1. કરજણ અક્ષય પટેલ
  2. કપરાડા  જીતુ ચૌધરી,
  3. ગઢડાના પ્રવિણભાઈ મારૂ,
  4. અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજૉ
  5. ધારીના  જે.વી. કાકડીયા,
  6. લીંબડીના સોમાભાઈ પટેલ
  7. ડાંગના મંગળભાઈ ગાવિત
  8. મોરબી માળિયાના બ્રિજેશ મેરજા

Leave a Response

error: Content is protected !!