રાજનીતિ

કાશ્મીરમાં શાંતિ : 20 દિવસમાં 10 આતંકવાદીઓનો ખાતમો, સેનાને સાંપડી સૌથી મોટી સફળતા

206views

સુરક્ષા દળોએ રવિવારે શોપિયાના રેબન ગામમાં 5 આંતકવાદીને ઠાર કર્યાં છે. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં આતંકવાદીઓમાં છૂપાયા હોવાની માહિતી મળી હતી.આ કાર્યવાહી કરવાની ફરજ ત્યારે પડી કે જ્યારે સુરક્ષા દળો તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા તે સમયે CRPF, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોને સતત મોટી સફળથાઓ મળતી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહથી સુરક્ષાદળોએ તપાસ અભિયાન વધાર્યું છે. જે દરમિયાન ઘણા મોટા આતંકી કમાન્ડર અથડામણમાં ઠાર કરવામાં આવ્યા છે. હાલમાં જ થયેલા એક એન્કાઉન્ટમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર અને IED એક્સપર્ટ અબ્દુલ રહમાન અને તેના બે સાથીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ અથડામણ આજે સવારે પુલવામાં જિલ્લાના કંગન ગામમાં થઈ હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં 4 મોટા એન્કાઉન્ટર
30 મે, કુલગામઃ વાનપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ અથડામણમાં બે આતંકવાદીને મારી પાડ્યા હતા. પોલીસે આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિષ્ફોટકો મળી આવ્યા હતા.
19 મે, શ્રીનગરઃ સુરક્ષાદળોને ડાઉનટાઉન વિસ્તારમાં હિજબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદીને મારી પાડ્યા. તેમાંથી એક જુનૈદ સહરાઈ હતી, જે અલગાવવાદી સંગઠન તહરીક-એ-હુરિયતના પ્રમુખ મોહમ્મદ અશરફ સહરાઈનો દિકરો હતો
16 મે, ડોડાઃ સુરક્ષા દળોએ ડોડાના ખોત્રા ગામમાં હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તાહિરને 5 કલાક ચાલેલી અથડામણમાં મારી નાંક્યો હતો.
6 મે, પુલવામાઃ સુરક્ષા દળોએ હિજબુલ મુજાહિદ્દીનનાટોપ કમાન્ડર રિયાઝ નાયકૂને મારી પાડ્યો હતો. તે બે વર્ષથી મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ હતો. 

Leave a Response

error: Content is protected !!