રાજનીતિ

જામનગરના જામસાહેબનો ઉલ્લેખ કરીને નિર્મલા સીતારમણે કહ્યુ આ છે ગુજરાતની સંસ્કૃતિ

1.68Kviews

સીતારમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા બ્રિટનવાસી ફિલિપ સ્પ્રાટે જ્યારે આ લખ્યું ત્યારે ગુજરાતમાં આ થઈ રહ્યું હતું…જામનગર… મહારાજા જામસાહેબ દિગ્વિજય સિંહજીએ પોલેન્ડના 1000 બાળકોને બચાવ્યાં #સંસ્કૃતિ.’

૧૯૪ર માં પોલેન્ડ પર નાજી જર્મનીએ કબજો કરી લીધો હતો તે સમયે પોતાના સ્વજનોથી બહુ દૂર થઈ ગયેલા ૧૦૦૦ જેટલા બાળકોને જામસાહેબે બાલાચડીમાં તેમની રહેવાની વ્યવસ્થા કરી, જ્યાં તેમણે ખાલી આશ્રય જ નહીં, પરંતુ ભોજન, શિક્ષા અને એવું વાતાવરણ પણ આપ્યું કે જ્યાં તેમની પોલીશ સંસ્કૃતિ અને પરંપરા  જીવીત રહી શકે. પોલેન્ડ ગણરાજ્ય દ્વારા જામસાહેબને રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ મોડલ સન્માન આપવામાં આવેલ હતું.

ત્યારબાદ તરત ગુહાએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘મને લાગતુ હતું કે માત્ર ગુજરાતના મુખ્યમંત્રીએ ટિપ્પણી કરી પરંતુ હવે તો એવું લાગે છે કે નાણામંત્રીને પણ એક સાધારણ ઈતિહાસકારની ટ્વીટ સતાવી રહી છે. અર્થવ્યવસ્થા નિશ્ચિતપણે સુરક્ષિત હાથમાં છે.’

જેને લઈને ગુહા પર કટાક્ષ કરતા સીતારમણે કહ્યું કે, ‘અર્થવ્યવસ્થા નિશ્ચિત રીતે સુરક્ષિત હાથમાં છે. ચિંતા કરવાની જરૂર નથી. શ્રીમાન ગુહા. હાલના રાષ્ટ્રીય ચર્ચા પર વિચારોને ગંભીરતાથી લેવા + જવાબદારીથી પોતાનું કામ કરવું એ કોઈ વિશેષ વાત નથી. કોઈ પણ રીતે ઈતિહાસમાં રૂચિ એક આગળ પડતી વાત છે. નિશ્ચિત રીતે તમારા જેવા બુદ્ધિજીવી વ્યક્તિને આ સમજમાં આવવું જોઈએ.’

Leave a Response

error: Content is protected !!