જાણવા જેવુ

પહેલી વખત 7 જૂને વર્લ્ડ ફૂ઼ડ સેફ્ટી ડે સેલિબ્રેટ કરવામાં આવશે

309views

યુનાઈટેડ નેશન અનુસાર, દર વર્ષે 6 મીલિયન લોકો ફૂડબોર્ન બીમારીથી પીડાય છે. તેથી યૂએન તરફથી 7 જૂન 2019ના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે રાખવો જોઈએ જેથી બધા લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થાય. યુ.એન કોડેક્સ એલિમેન્ટરિયસ કમીશન સિક્યોરિટી ટોમ હેલ્ડન્ટે ફૂ઼ડ સેફ્ટી વિશે કહ્યું કે, કોડેક્સ મેમ્બર અને ઓબઝર્વસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું કે પહેલી વખત  7 જૂને લોકોમાં સેફ્ટી ફૂડને લઈને વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે સેલિબ્રેટ કરવામાં આવશે.

કોસ્ટા રિકા દ્વારા એન્યુઅલ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 600 મિલીયન કરતા પણ વધારે લોકો ફૂડબર્ન બીમારીથી પીડાય છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોડેક્સ એલિમેન્ટીરિયસ કમીશનની સ્થાપના કરવામાં આવી છે જે ફૂડના ધારા ધોરણો નક્કી કરે છે. કોડેક્સ એલિમેન્ટરિયસમાં 187 દેશના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે આંતરરાષ્ટ્રીય ધોરણે ફૂડના ધારા ધોરણો નક્કી કરશે. આમ વિશ્વમાં પહેલી વખત વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે મનાવવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!