Corona Update

જય હો બર્ફિલા બાબા :15 લોકોની હાજરીમાં કેદારનાથના કપાટ ખુલ્યા, પહેલી પુજા PM મોદીના નામે થઈ

917views

કેદારનાથ ધામના પટ બુધવારે સવારે 6 વાગ્યાને 10 મિનિટે ખુલી ગયાં. ઉત્તરાખંડમાં સ્થિત આ 1000 વર્ષ જૂનું મંદિર દર વર્ષે છ મહિના માટે બંધ રહે છે. આ વર્ષે કપાટ ખોલતી સમયે 15-16 લોકો જ હાજર રહ્યાં. ગયા વર્ષે કપાટ ખોલતી વખતે 3 હજાર શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કર્યાં હતાં.

 

દેવસ્થાનમ બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડે જણાવ્યું કે, કપાટ ખોલ્યા બાદ સૌથી પહેલાં PM નરેન્દ્ર મોદીના નામથી પહેલી પૂજા કરવામાં આવી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

મંત્રોચ્ચાર સાથે બાબા કેદારના કપાટ ખોલવામાં આવ્યાં

આજે સવારે પહેલાં મુખ્ય પૂજારીએ ભગવાન કેદારનાથની ડોલીની પૂજા કરી અને ભોગ ધરાવ્યો. ત્યાર બાદ મંત્રોચ્ચારણ સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યાં. તે પછી ડોલીએ મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ પૂજારીઓએ મંદિરની સફાઈ કરી, ભગવાનની પૂજા કરી અને ભોગ ધરાવાયો હતો.

મંદિર અને યાત્રા સાથે જોડાયેલી અનેક પરંપરાઓ આ વર્ષે બદલવી પડીઃ-
દર વર્ષે આ પૂજા અને ભોગ પછી મંદિરને દર્શન માટે ખોલવામાં આવે છે. પરંતુ આ વર્ષે દર્શન માટે યાત્રીઓ અહીં આવી શકશે નહીં. કોરોનાના કારણે આ વિસ્તારમાં પણ લોકડાઉન રાખવામાં આવ્યું છે. જેના કારણે મંદિર અને યાત્રા સાથે જોડાયેલી અનેક પરંપરાઓ આ વર્ષે બદલાઇ જશે. કેદારનાથ મંદિરના રાવલ કપાટ ખુલ્યાં તે સમયે હાજર હતાં નથી. તેઓ 19 એપ્રિલે મહારાષ્ટ્રથી ઉત્તરાખંડ પહોંચી અને ઊખીમઠમાં 14 દિવસના ક્વૉરન્ટીનમાં છે. રાવલ 3 મેના રોજ કેદારનાથ પહોંચશે.

મંદિરને 5 હજાર કિલો ફૂલોથી સજાવવામાં આવ્યું છે

Leave a Response

error: Content is protected !!